Friday, February 13, 2026

પ્રેમ” – એક સુંદર અહેસાસ!


વેલેન્ટાઇન ડે હોય અને પ્રેમની વાત ન કરીએ તો કેમ ચાલે?
મારો હેતુ વેલેન્ટાઇન ડે વિશે લખવાનો નથી, પણ
વેલેન્ટાઇન ડે ના નિમિતે પ્રેમ વિશે લખવાની ઈચ્છા ને આજે હું રોકી શકી નહીં.

આમ જોઈએ તો,
પ્રેમ વિશે લખવા કે વાંચવા કરતા,
"પ્રેમ" અનુભવવા નો વિષય છે.

જેને  પ્રેમનો સાચો સ્પર્શ મળ્યો છે, તેણે જીવનની સૌથી અનમોલ ભેટ મેળવી છે.
આ કોઈ એક દિવસની વેલેન્ટાઈન ડે વાળી  “ગિફ્ટ” નથી, પણ કુદરતે દરેકને આપેલો અમૂલ્ય અહેસાસ છે —
જે અહેસાસે લેલા મજનુ, હીર રાંઝા, અને જેસલ તોરલ જેવી અમર પ્રેમકથાઓ સર્જી છે.
પરંતુ 
આજે વાત ઇતિહાસના પ્રેમીઓની નહીં, પણ
આપણા જેવા સાધારણ લોકોના જીવનમાં રહેલા પ્રેમની વાત કરવાની છે. 

આપણે બધા પ્રેમમાં ત્યાગ, સમર્પણ અને જવાબદારી તો નિભાવીએ છીએ, પણ 
જરૂર હોય ત્યારે  પ્રેમ જતાવવા માં ઢીલ કરી જતા હોઈએ છીએ કે ક્યારેક ક્ષોભ અનુભવતા હોઈએ છીએ.  
કેટલાક લોકો ને તો એવું કહેતા પણ સાંભળ્યા છે કે
એ બધું વેવલાપણું કેહવાય જેમ કે hug કરવું, kiss કરવુ, માથા પર કે પીઠ પર હાથ ફેરવવું, માથા ને ચૂમવું, ગળે લગાડવું etc etc.
પરંતુ સાચી વાત એ છે —
આ વેવલાપણું નહીં, પ્રેમની નિર્વાક ભાષા છે.
ઘણી વખત શબ્દોથી વધુ અસરકારક સ્પર્શ હોય છે.

તમે કહેશો કે આ રીતે તો આપણે બાળક ને પ્રેમ કરીએ છીએ, મોટા ને કરવાની શું જરૂર? અહીં જ તો આપણે ભૂલ કરીએ છીએ કે પ્રેમ ને ઉમર સાથે કોઈ નિસ્બત નથી. પ્રેમ ના ભૂખ્યા ફક્ત બાળકો જ નહીં આપણે મોટા પણ હોઈએ છીએ પણ ક્યારેય વ્યક્ત નથી કરતા.

મારા હોમિયોપથીના અભ્યાસ દરમ્યાન પ્રેમની વિવિધ વ્યક્તિગત અભિવ્યક્તિઓ વિશે રસપ્રદ વાતો શીખવા મળી: જે આજે તમારી સાથે share કરું છું.

1. કેટલાક લોકો પ્રેમના ભૂખ્યા હોય — જેમ કે Pulsatilla (homeopathic remedy નું નામ છે ) type personality

2. કેટલાક લોકો પ્રેમ વ્યક્ત કરવા માં માહિર હોય છે. — Phosphorus  type personality

3. કેટલાક નિઃશબ્દ, અંદરથી ઊંડો, silent પ્રેમ રાખે — Natrum Mur type personality

4. કેટલાક ખૂબ રોમેન્ટિક પ્રેમ જાણે છે. — Ignatia, Phosphorus, Carcinosin જેવા સ્વભાવવાળા.

5. કેટલાક સૈનિક સમાન બલિદાન વાળો પ્રેમ કરે — Aurmet type personality.

વિસ્તારથી વાત ફરી ક્યારેક કરીશું,
પણ આજે એટલું જ કહેવું છે —

👉 જ્યારે પણ પ્રેમ નો ઉમળકો તમને આવે, 
ત્યારે તેને વ્યક્ત કરો....શબ્દો માં, સ્પર્શ માં, લેખન માં, કોઈ પણ રીતે જેમ તમને ફાવે તેમ....પણ પ્રેમ ને વ્યક્ત કરતા શીખો.

હું એવું નથી માનતી કે લોકો પ્રેમ વ્યક્ત નથી કરતા, પણ હું કહેવા માંગુ છે કે 
પ્રેમ વ્યક્ત કરવો ખૂબ જરૂરી છે. અને એ ક્યારેક નહીં પણ વારવાર વ્યક્ત થવો જોઈએ, 

કારણકે 

પ્રેમની શક્તિ અદભૂત હોય છે. 

1. ઘણી જૂની દુશ્મની ને પણ,  "પ્રેમ"  પલ માં ખતમ કરી શકે છે.

2. ઘણા જૂના બગડેલા સંબંધો ને સુધારી શકે છે.

3. ઘણી ગેરસમજો પ્રેમ થી કહેલી વાત થી દૂર થઈ જાય છે.

4. કોઈ ના દિલ પર લાગેલા ઘાવ પણ પ્રેમ થી રૂઝાય છે.

5. સચ્ચો પ્રેમ નફરતની દિવાલો તોડી શકે.
જેમ મીરાંબાઈ એ શ્રી કૃષ્ણ ના પ્રેમમાં ઝેરનો પ્યાલો પણ સ્મિતથી સ્વીકારી લીધો —
તો શું આપણો સાચો પ્રેમ કોઈના મનની નફરત ને ઓગાળી  ના શકે?

હા, એક શરત છે —
પ્રેમ સાચો હોવો જોઈએ. નકલી દેખાવો કે દંભ નહીં.

6. ઘણી વખત પ્રેમ માં disappointment મળે ત્યારે વ્યક્તિ ડિપ્રેશન માં પણ સરી પડતા હોય છે - અને ક્યારેક માંદા પણ પડી જતા હોય છે...એવી વ્યક્તિ ઓ માટે પણ homeopathy માં ઘણી સારી remedies છે.

પ્રેમ ને વધુ સમજવા માટે....
ચાલો જોઈએ કે
પ્રેમ કેટલા પ્રકાર ના હોય છે.

1. નિખાલસ પ્રેમ - જે બાળકો માં જોવા મળે છે
2. નિસ્વાર્થ પ્રેમ - માતાપિતા નો પોતાના સંતાનો પ્રત્યેનો પ્રેમ
3. Devotional પ્રેમ - મીરા અને રાધા નો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ

4. બલિદાન વાળો પ્રેમ - સૈનિકો નો દેશ પ્રત્યે  નો પ્રેમ. 
આજે 14 ફેબ્રુઆરી એ પુલવામા attack માં શહીદ થયેલા આપણા સૈનિકો ને દિલ થી યાદ કરીશું અને શ્રધાંજલિ અર્પીશું. 
તેમના બલિદાન બદ્દલ આપણે હંમેશા તેમના અને તેમની ફેમિલી ના ઋણી રહીશું, અને તેમની ફેમિલી માટે દિલ થી દુઆ  માંગીશું.

5. રોમેન્ટિક પ્રેમ - examples ની જરૂર નથી
6. Sacrifice વાળો પ્રેમ - જ્યારે બીજા ના પ્રેમમાં તમે તમારૂ comfort, સ્વપ્ન , સ્વમાન ઘણું બધું sacrifice કરો છો.
7. આંધળો પ્રેમ - જેના પ્રેમ માં તમને વ્યક્તિ ના દોષ પણ દેખાતા નથી.
8. Natural પ્રેમ જે દરેક પ્રાણી માત્ર માં રહેલો છે.

એક ક્ષણ વિચારો —
જો દુનિયામાં પ્રેમ ન હોત તો?
માનવી રોબોટ સમાન બની જાય.

AIના યુગમાં કદાચ રોબોટ પણ “પ્રેમ” કરતા શીખી જશે,
પણ સંવેદનાનો સ્પર્શ માત્ર માનવહૃદયમાં જ જીવંત રહેશે.

તો આવો,
મોડું કર્યા વિના, આપણા પ્રેમ ને વ્યક્ત કરીએ.
વારંવાર વ્યક્ત કરીએ.
કારણ કે —
💞 “પ્રેમ વહેંચશો તો વધશે.”
💞 “પ્રેમ એ જ જીવનની સાચી શક્તિ છે.”
💞 “પ્રેમ કરો, વ્યક્ત કરો, અને જીવંત રહો.”
A Very Happy Valentine’s Day!

– ડૉ. નીતા ઠક્કર @Jivanjagruti
પ્રેમ — એક સુંદર અહેસાસ!

લેખ ગમ્યો હોય તો જરૂર શેર કરશો.
તમારો પ્રેમનો અનુભવ કોમેન્ટમાં જરૂર લખશો.
Have a beautiful, love-filled day! 💕

To read many such posts
ફોલો Jivanjagruti on fb. 
Link given below.


પ્રેમ - એક સુંદર અહેસાસ.

Valentine day હોય અને "પ્રેમ" ની વાત ના કરીએ તો કેમ ચાલે?
વેલેન્ટાઇન ડે વિશે કાંઈ કહેવાનો મારો ઇરાદો નથી પણ વેલેન્ટાઇન ડે ના નિમિતે પ્રેમ વિશે લખવાની ઈચ્છા ને આજે હું રોકી શકી નહીં.

આમ જોઈએ તો પ્રેમ વિશે લખવાની કે વાંચવાની કાંઇ જ જરૂરત નથી. પ્રેમ તો અનુભવવા નો વિષય છે.
જેમણે પ્રેમ ને અનુભવ્યો છે એણે સમજો ને જીવન ની સૌથી સુંદર ગિફ્ટ પામી લીધી છે.
"ગિફ્ટ"  એટલે કે વેલેન્ટાઇન ડે વાળી ગિફ્ટ નહીં પણ  આપણા  સૌ ને કુદરતે આપેલો બહુમૂલ્ય , પ્રિય, સુંદર અહેસાસ,  જેણે,
લેલા મજનુ, હિર રાંઝા, જેસલ તોરલ જેવા કેટલાય પ્રેમીઓ ના ઉદાહરણ ઇતિહાસ માં પૂરા પાડ્યા છે.

પ્રેમીઓ ના પ્રેમ વિશેની વાતો તો આપણે બધા જાણીએ છે,
પણ આજે વાત કરવી છે
આપણા જેવા સાધારણ વ્યક્તિ ના જીવન માં રહેલા પ્રેમની!
Generally આપણા જેવા સાધારણ વ્યક્તિઓ પ્રેમ માં ઘણું બધું કરતા હોઈએ છીએ ત્યાગ, સમર્પણ, વિગેરે, 
પણ 
જરૂર હોય ત્યારે  પ્રેમ જતાવવા માં ઢીલ કરી જતા હોઈએ છીએ કે ક્યારેક ક્ષોભ અનુભવતા હોઈએ છીએ.  
કોઈ ને તો મેં એમ પણ કહેતા સાંભળ્યું છે કે એ બધું વેવલાપણું કેહવાય જેમ કે hug કરવું, kiss કરવુ, માથા પર કે પીઠ પર હાથ ફેરવવું, માથા ને ચૂમવું, ગળે લગાડવું etc etc.
ખરેખર જોઈએ તો એ વેવલાપણું નથી હોતું, એ પ્રેમ ની ભાષા છે જે સ્પર્શ થી વ્યક્ત થાય છે.
ઘણી વખત શબ્દો ની ભાષા કરતાં પણ સ્પર્શ ની ભાષા વધુ અસરકારક હોય છે..

તમે કહેશો કે આ રીતે તો આપણે બાળક ને પ્રેમ કરીએ છીએ, મોટા ને કરવાની શું જરૂર? અહીં જ તો આપણે ભૂલ કરીએ છીએ કે પ્રેમ ને ઉમર સાથે કોઈ નિસ્બત નથી. પ્રેમ ના ભૂખ્યા ફક્ત બાળકો જ નહીં આપણે મોટા પણ હોઈએ છીએ પણ ક્યારેય વ્યક્ત નથી કરતા. પ્રેમ વિશે જે વાત  મેં હોમિયોપથી સાયન્સ માં  ભણી, એ વાત તમારી સાથે share કરવા માંગુ છું

હોમિયોપથી માં  પ્રેમ ની થોડી remedies છે, તેનો ઉલ્લેખ કરું છું
1.ઘણા વ્યક્તિ પ્રેમ ના ભૂખ્યા  હોય છે - Pulsatilla(remedy નું નામ) personality type
અને
2. ઘણા વ્યક્તિ પ્રેમ વ્યક્ત કરવા માં માંહેર હોય છે  - એવા વ્યક્તિને અમે 
Phosphorus(remedy  નું નામ) personality  કહીએ છીએ.
3. Secretly, silently  પ્રેમ કરનારા, (ઘણી હિંદી ફિલ્મો માં જોયા હશે એવા પાત્ર) non expressive type ને અમે- Natrum Mur personality
4. Romantic type ના પ્રેમ કરનારી વ્યક્તિ - Ignatia, ફોસ્ફરસ, કે Carcinosin type હોઈ શકે. 
5. સૈનિક જેવો બલિદાન વાળો પ્રેમ કરનાર - Aurmet personality તરીકે ઓળખાય છે. 
વધુ details , બીજીવાર ક્યારેક શેર કરીશ
પણ 
કેહેવાનું તાત્પર્ય એ છે કે 
જ્યારે પણ પ્રેમ ના ઉમળકો તમને આવે, 
ત્યારે તેને વ્યક્ત કરો....શબ્દો માં, સ્પર્શ માં, લેખન માં, કોઈ પણ રીતે જેમ તમને ફાવે તેમ....પણ પ્રેમ ને વ્યક્ત કરતા શીખો.

હું એવું નથી માનતી કે લોકો પ્રેમ વ્યક્ત નથી કરતા, પણ હું કહેવા માંગુ છે કે 
પ્રેમ વ્યક્ત કરવો ખૂબ જરૂરી છે. અને એ પણ ક્યારેક નહીં પણ વારવાર વ્યક્ત થવો જોઈએ, કારણકે પ્રેમ માં ખૂબ તાકત હોય છે.
1. ઘણી જૂની દુશ્મની ને પણ પ્રેમ પલ માં ખતમ કરી શકે છે.
2. ઘણા જૂના બગડેલા સંબંધો ને સુધારી શકે છે.
3. ઘણી ગેરસમજો પ્રેમ થી કહેલી વાત થી દૂર થઈ જાય છે.
4. કોઈ ના દિલ પર લાગેલા ઘાવ પણ પ્રેમ થી રૂઝાય છે.
5. કૃષ્ણ ના પ્રેમ માં મીરાંબાઈ ઝેર નો પ્યાલો હોંશે હોંશે પી ગયા તો, શું તમારો પ્રેમ કોઈ ની નફરત ની દિવાલ ને તોડી નહીં શકે? .... હા પણ પ્રેમ સાચો હોવો જોઈએ. નકલી દેખાવો કે દંભ નહીં.
6. ઘણી વખત પ્રેમ માં disappointment મળે ત્યારે વ્યક્તિ ડિપ્રેશન માં પણ સરી પડતા હોય છે - અને ક્યારેક માંદા પણ પડી જતા હોય છે...એવી વ્યક્તિ ઓ માટે પણ homeopathy માં ઘણી સારી remedies છે.
પ્રેમ ને વધુ સમજવા માટે....
 ચાલો જોઈએ કે
પ્રેમ કેટલા પ્રકાર ના હોય છે.
1. નિખાલસ પ્રેમ - જે બાળકો માં જોવા મળે છે
2. નિસ્વાર્થ પ્રેમ - માતાપિતા નો પોતાના સંતાનો પ્રત્યેનો પ્રેમ
3. Devotional પ્રેમ - મીરા અને રાધા નો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ
4. બલિદાન નો પ્રેમ - સૈનિકો નો દેશ પ્રત્યે ના પ્રેમ. 
આજે 14 ફેબ્રુઆરી એ પુલવામા attack માં શહીદ થયેલા આપણા સૈનિકો ને દિલ થી યાદ કરીશું અને શ્રધાંજલિ અર્પીશું. 
તેમના બલિદાન બદ્દલ આપણે હંમેશા તેમના અને તેમની ફેમિલી ના ઋણી રહીશું, અને તેમની ફેમિલી માટે દિલ થી દુઆ  માંગીશું.
5. રોમેન્ટિક પ્રેમ - examples ની જરૂર નથી
6. Sacrifice વાળો પ્રેમ - જ્યારે બીજા ના પ્રેમમાં તમે તમારૂ comfort, સ્વપ્ન , સ્વમાન ઘણું બધું sacrifice કરો છો.
7. આંધળો પ્રેમ - જેના પ્રેમ માં તમને વ્યક્તિ ના દોષ પણ દેખાતા નથી.
8. Natural પ્રેમ જે દરેક પ્રાણી માત્ર માં રહેલો છે.

હવે એક વખત વિચારજો,
જો દુનિયા માં પ્રેમ ના હોત તો? 
પ્રેમ ની અનુભૂતિ ના હોત તો? 
શું થાત??......
....કહેવાની કે લખવાની જરૂરત છે?
પ્રેમ ની સંવેદના જ તમને રોબોટ જેવા વ્યક્તિ બનતા રોકે છે. 
બાકી આજ કાલ ના AI ના જમાના માં, રોબોટ પણ પ્રેમ કરતા જોવા મળશે એ દિવસો હવે દૂર નથી રહ્યા.
તો
એ પેહલા,
આપણે આપણો પ્રેમ વ્યક્ત કરવામાં મોડું ના કરીએ અને એકબીજા ને પ્રેમ થી wish કરીએ, 
A very Happy Valentine's day!

Thank you,
Dr. Neeta @Jivanjagruti,
પ્રેમ એક સુંદર અહેસાસ!
લેખ સારો લાગ્યો હોય તો શેર જરૂર કરજો.
પ્રેમ વિશે નો તમારો શું અનુભવ છે, એ કોમેન્ટ box માં લખજો....
 Have a good day! 

To read many such posts
ફોલો Jivanjagruti on fb. 
Link given below.

પ્રેમ” – એક સુંદર અહેસાસ!

વેલેન્ટાઇન ડે હોય અને પ્રેમની વાત ન કરીએ તો કેમ ચાલે? મારો હેતુ વેલેન્ટાઇન ડે વિશે લખવાનો નથી, પણ વેલેન્ટાઇન ડે ના નિમિતે પ્ર...