કહે છે કે મહાભારત નું પુસ્તક પૂરું ના વાંચવું, નહિ તો ઘર માં મહાભારત થાય!
શું સાચે ઘર માં મહાભારત થાય? યુદ્ધ થાય?
આપણે આ વાત ને પેહલા તો હસી જ કાઢીએ!
એવું કેવી રીતે બને? મહાભારત નું પુસ્તક પૂરું વાંચવાથી કાંઈ ઘર માં મહાભારત થાય??કેવી રીતે? માનવામાં ના આવે એવી વાત છે......આ માન્યતામાં તથ્ય કેટલું?
ઘણા લોકો તો ગભરાઈ ને કદાચ મહાભારત નું પુસ્તક પૂરું નહિ પણ વાંચતા હોય!!!.....ના કરે ભગવાન, ને સાચું થયી જાય તો??.....કોણ ઘર ની શાંતિ માં ભંગ પાડે?
આ પાછળ ના તર્ક શું છે એ સમજીએ!
એની માટે,
પેહલા તો યુદ્ધ એટલે શું? એ સમજીએ.
યુદ્ધ એટલે લડાઈ!
લડાઈ એટલે કે ઉગ્ર ઝગડો!!
સાદિ ભાષા માં સમજીએ તો
યુદ્ધ એટલે બે પક્ષો વચ્ચે નો ઉગ્ર ઝગડો - જે હથિયારો(બળ)થી લડાય છે.
તો હવે સમજીએ, ઝગડો એટલે શું?
ઝગડો ક્યારે થાય?? -
જ્યારે બે પક્ષો કે બે વ્યક્તિઓ વચ્ચે મતભેદ વધે ત્યારે ઝગડો થાય.
આ મતભેદ માં એક વ્યક્તિ બીજી વ્યક્તિ સામે પોતાને સાબિત કરવા જાય,....કે હું સાચો ને તું ખોટો.....
બંને માં થી કોઈ, એક બીજા ની વાત સાંભળે કે સમજે નહીં, વાદવિવાદ વધતો જાય ......ને છેલ્લે વાત અહંમ પર પહોંચે, કોઈ હાર માનવા ત્યાર ના થાય,.... ઝગડો વધતા વધતા ઉગ્ર સ્વરૂપ પકડે........મન માં ક્રોધ ભરાતો જાય ...ને એક દિવસ બંને એકબીજા ની સામે થયી જાય, કોઈ કોઈ ને સાંભળે નહીં, .શાબ્દિક યુદ્ધ પર આવી જાય, .....ગાળા ગાળી પર આવી જાય.....ધીરે ધીરે ઝગડો એટલો વધતો જાય કે , યુદ્ધ જેવું ઉગ્ર સ્વરૂપ પકડી લે!
(ઝગડો, જો બે દેશો વચ્ચે બને તો હથિયારવાળી લડાઈ થાય જેને આપણે 'યુદ્ધ' કહીએ છીએ.)
હવે વાત કરીએ કે ઝગડો શુ કામ થાય??
ઝગડો ત્યારે થાય જ્યારે,
એક પક્ષ સાચો હોય ને એક પક્ષ ખોટો હોય.....
કે
બંને પક્ષ પોતાની રીતે સાચા હોય પણ બંને ને એમ લાગે કે સામો પક્ષ ખોટો છે,
કે
બંને પક્ષ ખોટા હોય પણ એમનો અહમ તેમને હાર માનવા ના દે,
ને છેવટે યુદ્ધ કરી ને જ જંપે!
ચાલો,
મહાભારત નો દ્રષ્ટાંત લઈને સમજીએ , કે ઘર કે દેશ માં મહાભારત (યુદ્ધ) ક્યારે થાય?
કયા સંજોગો માં થાય?
યુદ્ધ (મહાભારત) ત્યારે થાય,
- જ્યારે તાકાતવર પક્ષ, પોતાની તાકાત થી નબળા પક્ષ ને સતત દબાવવાની કોશિશ કરે.
- જે પક્ષ ને દબાવવા માં આવે તેને હીનતા ની ભાવના થાય, અન્યાય ની ભાવના થાય, અને એ પક્ષ અન્યાય સહન કરી ના શકે.. ત્યારે સામનો કરવા સજ્જ થઇ જાય..... પછી એ માટે તેણે યુદ્ધ કરવું પડે ,મરવું પડે કે મારવું પડે....બધું જ કરવા ત્યાર થયી જાય. इस पार के उस पार ની લડાઈ !!
- જ્યારે એક પક્ષ (વ્યક્તિ) ધૃતરાષ્ટ્ર ની જેમ લાલચમાં, સત્તા પામવા ની ઈચ્છા માં અંધ બંને,
- એક પક્ષ (વ્યક્તિ) દુર્યોધન ની જેમ અભિમમાન માં રાચે, બીજા ને તુચ્છ સમજવા લાગે. બીજા ના અધિકારો ને હડપવા ની કોશિશ કરે.
- જ્યારે દ્રૌપદી જેવી સ્વાભિમાની વ્યક્તિની ભરસભા માં માનહાની થાય જે એના માટે અસહ્ય બની જાય.
- જ્યારે શકુની જેવા માણસો ના સલાહ સુચન પર સત્તા કે ઘર ચાલવા લાગે.
- જ્યારે ધર્મ (સત્ય)ની રક્ષા કરવા વાળા, ભીષ્મ અને દ્રૌનાચાર્ય જેવા લાચાર બને.
- જ્યારે કોઈ ના અધિકારો ને છિન્નવામાં આવે
- જ્યારે અધર્મ નો અત્યાચાર એની ચરમસીમા પર પહોંચી જાય.
- જ્યારે બે અહંમ નો ટકરાવ થાય, પછી એ વ્યક્તિ ગત હોય કે બે પક્ષ વચ્ચે હોય કે બે જાતિ, બે સમાજ, કે બે દેશો વચ્ચે હોય!
ઉપરોક્ત આપેલા બધાજ કારણો જ્યારે ભેગા થાય ત્યારે મહાભારત જેવું યુદ્ધ થાય.....પછી એ ઘર માં પણ થઇ શકે છે, બે સામ્રાજય, બે દેશ વચ્ચે પણ થઈ શકે છે.
આ યુદ્ધ ને થતો અટકાવી શકાય જો ઉપરોકત પ્રસંગો તમારા ઘરમાં / આસપાસ માં / કે બે દેશો વચ્ચે બનતા રોકી શકો.
તે છતાં પણ યુદ્ધ થાય , તો એને આગળ વધતો અટકાવી શકાય,
જો,
- બંને પક્ષ પોતાની જીદદ છોડવા ત્યાર થાય,
- બંને પક્ષ પોતાનો અહંમ ભૂલી, દેશ (ઘર) માટે વિચારે, નિર્દોષ પ્રજા માટે વિચારે!
- બંને પક્ષ યુદ્ધ થી થતા નુકસાન પર વિચારે,
- બંને પક્ષ શાંતિ- સમાધાન સુલેહ ના રસ્તે ચાલે.
- કોઈ કોઈ ને અન્યાય ના કરે.
- કોઈ કોઈ ને નુકસાન ના પહોંચાડે.
- કોઈ કોઈ ની સત્તા, માલ મિલકત , હક્ક, boundaries ને હડપવા ની કોશિશ ના કરે.
કેહવા નું તાત્પર્ય એ છે કે મહાભારત નું પુસ્તક તમે પૂરું વાંચો કે ના વાંચો, જો યુદ્ધ પાછળ ની કારણીભૂત માનસિકતા સમજાઈ જાય તો ઘર માં થતા મહાભારત ને ટાળી પણ શકાય છે ને રોકી પણ શકાય છે.
ફક્ત,
આપણે 'મહાભારત' માં થી શું સાર લઈએ છીએ એ એના પર નિર્ભર છે.
આપણા દેશ ની વાત કરીએ તો,
ભારતીય તરીકે એક વાત નું હંમેશા આપણને ગર્વ રહેશે કે ભારત દેશ ક્યારેય પણ યુદ્ધ ની તરફેણ કરતો નથી. ક્યારેય કોઈ દેશ સામે યુદ્ધ નથી કરતો, ફક્ત સ્વરક્ષણ માટે જ હથિયાર ઉપાડે છે.
જીવો અને જીવવા દ્યો, અને વસુધૈવ કુટુંબકમ (the world is one family) ના સિદ્ધાંત પર ચાલવા વાળો આપણો ભારત દેશ, હંમેશા એક જ પ્રાર્થના કરતો આવ્યો છે, ને કરતો રહેશે,
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामया,
सर्वे भद्राणि पश्यन्तु मा कश्चिद् दुख भागभवेत।
ऊँ शान्तिः शान्तिः शान्तिः
अर्थात - "सभी प्रसन्न रहें, सभी स्वस्थ रहें, सबका भला हो, किसी को भी कोई दुख ना रहे। ऊँ शान्तिः शान्तिः शान्तिः"[
जयहिन्द, जयभारत!
“Peace is not achieved by controlling nations, but mastering our thoughts.”
-John Harricharan.
Thanks,
Dr. Neeta.
#war
#યુદ્ધ
#મહાભારત
#peace # શાંતિ
#મહાભારતગ્રંથ
#mahabharatholybook
#indianholybookonwar
#book
#ego #અહંમ
#country
#boundry
