Sunday, August 18, 2024

સુરક્ષાબંધન - A safetyband!

રક્ષાબંધન!
વર્ષો થી ચાલ્યો આવતો ભાઈ બહેન ના પ્રેમ નો આ તહેવાર, હજી પણ પોતાની એટલી જ ગરિમા જાળવેલો છે!!

બીજા ઘણા બધા તહેવારો માં સમય જતાં changes આવતા ગયા, પણ આ તહેવાર માં, હજી સુધી,
નથી કોઈ ઝાંખપ આવી કે નથી કોઈ changes આવ્યા,
નથી કોઈ બદલાવ આવ્યો કે 
નથી કોઈ ને આ તહેવાર નો કંટાળો આવ્યો.....

હજી પણ આ તહેવાર ની એજ મીઠાશ જળવાઈ રહી છે.  

મહિના પહેલે થી જ આ તહેવાર ની ખબર પડી જાય ,જ્યારે બજાર માં રંગબેરંગી રાખડીઓ વેચાતી દેખાવા લાગે . ....
બહેનો પણ મન માં ને મન માં હરખાતી હોય ને નક્કી કરતી હોય કે રક્ષાબંધન ના હું શું પેહરીશ? કેવી તૈયાર થઈશ? શુ મીઠાઈ લયી જઈશ?...
ઐશ્વર્યા રાય બચ્ચન હોય કે નાની ચાલી માં રહેતી બહેન ,
બધી બહેનો માટે આ તહેવાર ની મઝા એક સમાન છે.

ભાઈ માટે ફક્ત એક રાખડી લેવા, બહેન,
એક ફેરિયા થી બીજા ફેરિયા ....સુધી ફરી ફરી ને.... સૌથી સુંદર રાખડી પસંદ કરે....જેમ કે ભાઈ માટે કોઈ કિંમતી વસ્તુ ના લેતી હોય!!
અને અહીં ભાઈ પણ .....
કેટલો પણ modern  કેમ ના હોય,  
એની બહેને બાંધેલી રાખડી બીજા, ત્રીજા દિવસ સુધી તો ક્યારેક ભાઈ બીજ સુધી બાંધી  જરૂર રાખશે... 

એવી તે શી વાત છે, આ તહેવાર માં,
કે હજી એટલા જ હર્ષ ઉલ્લાસ ને પ્રેમ થી આજ સુધી  ઉજવાય છે??

તો ચાલો જાણીએ, એ વાત ને.....
અને ......એ વાત છે,.....

ભાઈ અને બહેન વચ્ચે ના નિર્મળ પ્રેમની!!💞
આમાં આપવા માં જેટલો આનંદ છે એટલો  લેવામાં આનંદ છે.

ભાઈ બહેન ને પ્રેમ થી ભેટ આપે ને....
બહેન પણ ભાઈ એ આપેલી ભેટ સોગાદ ને ખૂબ જ પ્રેમ થી સ્વીકારે ને ખુશ થાય છે!!

કોઈ ભાઈ ને તમે, આજે, એમ કહેતા નહીં સાંભળ્યો હોય કે "મને આજે ટાઈમ નથી, હું બહેન ના ઘરે નહીં જાઉં" 
 કે 
નથી કોઈ  બહેન જે એવું  બોલી હશે કે 
"મને રક્ષા બંધન ના ભાઈ ના ઘરે જવાનો કંટાળો આવે છે"....

ભાઈ - બહેન નો આ પ્રેમ ફક્ત રાખડી ના ધાગા થી નથી બંધાયેલો,

એ બંધાયેલો છે, 

એકબીજા પ્રત્યે ના આપસી પ્રેમ, વિશ્વાસ ને સમજ થી!🤝
બાળપણ માં વિતાવેલા યાદગાર દિવસો થી,💖
નાની મોટી, તું-તું, મેં- મેં અને મસ્તી થી,
ક્યારેક મોટા ભાઈ ની ટકોર થી, 
તો ક્યારેક નાના ભાઈ ની મસ્તી મજાક થી,
ક્યારેક મોટી બહેન ના માર થી, તો 
ક્યારેક નાની બહેન ના હેત થી!

આ સંબંધ માં કોઈ ફરિયાદ જ નથી,
ને જો હોય પણ..... તો એ......ફક્ત તાતપુરતી ને નકલી,
પણ ક્યારેય permanant મનદુઃખ નહીં હોય,
ક્યારેય ઈર્ષા, સ્વાર્થ કે અભિમાન ને સ્થાન નહીં હોય,
કારણ આ સંબંધ ફક્ત આપવા માટે જ બનેલો છે,

બહેન, ભાઈ ની સલામતી ની દુઆઓ આપે,
 ને ,
ભાઈ, બહેન ની રક્ષા નું promise આપે,

માટે,
ચાલો, આજે આપણે બધા, 
ભારત ની બધી બહેનો ને,
એમની, સુરક્ષા ની ખાતરી આપીએ, ને
રક્ષાબંધન ના આ તહેવાર ને સુરક્ષાબંધન તરીકે ઉજવીએ !

આથી વિશેષ ભેટ શું હોઇ શકે આપણી બહેનો માટે?💞🤝💖

Wishing a Happy Suraksha bandhan to all the lovely sisters and their brothers!!💞💖

Thank you.
- Dr. Neeta 🙏

#Happyrakshabandhan

#rakshabandhanspecial
#rakshabandhan2022
#રક્ષાબંધન #ભાઈબહેનપ્રેમ
#truelove  #brothersisterlove

#surakshabandhan

#સુરક્ષાબંધન #safetyband

# જીવનજાગૃતિ #jivanJAGRUTI

#JAGRUTI #જાગૃતિ


અનિશ્ચિતતા માં નિશ્ચિતતા કેવી રીતે લાવવી?

જીવન જાગૃતિ, (a journey to conscious living with self awakening) ના માધ્યમ થી અમદાવાદ plane crash ની દુર્ઘટના માં થી મને મળેલો જ...