*************************
નાના હતા ત્યારે, બીજી કે ત્રીજી માં સ્કૂલ માં, 'મારી બા' વિશે નિબંધ લખવાનું
કેહતા. ત્યારે બહુ તો કાંઈ આવડતું નોહતું, તો એટલું જરૂર લખતા,
મારી બા સુંદર છે, એ સાડી પહેરે છે, બહુ સરસ જમવાનું બનાવે છે, મને શાળા એ મુકવા આવે છે.....વિગેરે વિગેરે...
જેમ જેમ મોટા ધોરણ માં ગયા, બા વિશે થોડું ઘણું સમજતા થયા, પણ પછી ક્યારેય બા વિશે નિબંધ લખવાનું કોઈ એ કહ્યું નહીં!
....તો પછી બા વિશે વિચારવાનું પણ થયું નહીં અને ક્યારેય મોકો એ મળ્યો નહીં, કે બા વિશે કંઈ બોલીએ કે લખીએ!
આજે મારી બા (મારી mummy) 80 years ના થયા, ત્યારે બા વિશે લખવાની જરૂરત સમજાઈ એટલે આજે લખવા બેઠી છું.
ગુજરાતી માં બા એટલે કે mummy!
અત્યારે તો બા - દાદી ને કહે છે, પણ અમારા વખત માં mummy ને બા કેહતા હતા. અમે ચારે ભાઈ બહેન અમારી બા ને 'બાઈ' કહીએ છીએ!
અત્યારે છોકરાઓ પોતાની mummy ને 'તું' કહી ને સંબોધે છે, જ્યારે અમે અમારી બા ને પહેલે થી જ બા 'તમે' કહીએ છીએ! ( આ આદત મોટા ભાઈ એ પાડી!🙏)
હવે મારી બાઈ વિષે જે લખું છું , એ કદાચ આપણી બધા ની બા ની common વાત હશે.🙏
માં તે માં બીજા બધા વન વગડા ના વા!, કહેવત તો તમે સાંભળી જ હશે!
બા એટલે વાત્સલ્ય ની મૂર્તિ!
બા એટલે સમજણ નો ખજાનો!
બા એટલે સહનશક્તિ નું best ઉદાહરણ!
બા એટલે એવી વ્યક્તિ જેને ફક્ત 'આપવા' ની સમજ છે. કાંઈ માંગવું કે લેવું એવી એને સમજ જ નથી કે કોઈ જરૂરત જ નથી લાગતી.*
આપણા બચપણ થી અત્યાર સુધી એ આપતી જ રહે છે....
ક્યારેક પ્રેમ તો ક્યારેક શિખામણ,
ક્યારેક વહાલ તો ક્યારેક ઠપકો,...
અને છેલ્લે કાઈ ના હોય તો આશીર્વાદ તો આપી જ દે છે.🙌🙏
બા ને પોતાના સંતાનો પ્રત્યે તો પ્રેમ હોય જ છે, પણ સંતાનો ના સંતાન પર વિશેષ પ્રેમ હોય છે...
બા જયારે નાની, દાદી બને ત્યારે રહ્યો સહયો બધો જ પ્રેમ પોતાના સંતાનો ના સંતાન આપે છે.....ઘણી વખત તો બાળકો ને લાડ પ્યાર માં બગાડી નાખવા નો આરોપ પણ વહોરી લેતી હોય છે, બા!
મારી 'બાઈ' અહીં થોડી different છે. એ કહે મને બહુ લાડ પ્યાર કરતા ના આવડે. ભૂલ થાય તો વઢી લઉં પણ લાડ લડાવતા ના આવડે. (એ ડરે કે ક્યાંક એમના છોકરાઓ બગડી ના જાય)
અમારા મોઢે અમારા વખાણ ના કરે, ( એ ડરે કે દીકરીઓ કહી માથા પર ના ચડે...સાસરે કોઈ વખાણ કરે કે ના કરે!! વખાણ ની આદત ના પડે એટલે!) જ્યારે બીજા ના મોઢે અમારા વખાણ થાય તો એ ફૂલી ના સમાય!😇😇.....(કદાચ એટલે જ એમનું શરીર વધુ ફૂલી ગયું....😄)
અમુક વાક્યો તો એમના માનીતા વાક્ય છે, " વધુ કામ કરવાથી કોઈ ઘસાઈ નહીં જાય!"
"બે કામ વધુ કરશો તો થાકી નહીં જાઓ, ઊંઘ સારી આવી જશે!😄😄
'કપડાં સાંઘેલા પેહરજો પણ મેંલા નહીં,'
"કડકસર ઘર માં કરજો પણ કોઈ ને કાંઈ આપવા માં નહીં!"
"જેટલી ચાદર હોય એટલા જ પગ લાંબા કરવા" .....આવા બધા બા ના સોનેરી વાક્યો સાંભળી સાંભળી ને અમે મોટા થયાં.
અત્યારે 80 વર્ષ ની ઉંમરે, મારી બા અફસોસ કરે છે, કે મેં મારા છોકરાઓ ને લાડ નહીં લડાવ્યા!.....હવે એમને કોણ સમજાવે કે એમની એ આદત ના લીધે જ તો અમે મજબૂત બન્યા, ક્યારેય જીવન માં રડી ને નહીં બેસ્યા! હસી ને ઉભા થયા....🙏
એમણે આપેલા સંસ્કારો ની સામે એમણે ના આપેલા લાડ-પ્રેમ નો કોઈ તોલ ના આવે!🙏
મારી બાઈ પોતે ભણેલા નથી , સ્કૂલ પણ નથી ગયા, પણ અમને હંમેશા ભણવા માટે પ્રોત્સાહિત કર્યા.
સાચું કહું ભણતર ની ડિગ્રી કરતા, ગણતર ની સમજણ જીવન માં વધુ કામ આવે છે.....અને એ ગણતર આપણને બા કરતા વધુ સારું કોણ આપી શકે?
મારી બા એ 'બા' તરીકે ની બધી જ ફરજ બજાવી, અને આજે અમારા સંતાનો ને double લાડ લડાવી, લાડ ની પણ કમી રેહવા નથી દીધી!
Very very grateful to her for her love, care and upbringing!
🙏🙏
Thank you બા, for everything, you have given to us, without expecting anything from us!!!🙏
જગત ની આવી બધી જ 'બા' ને આજે મારા પ્રણામ અને શત શત નમન!🙏🙏
Thank you,
જો આ સ્ટોરી માં તમારી બા ની સ્ટોરી reflect થતી હોય તો, તમારી 'બા' સાથે આ પોસ્ટ જરૂર share કરજો અને એમને મારા પ્રણામ કહેશો.🙏
-Dr. Neeta @JivanJagruti🙏
Please do follow my page JivanJagruti - A journey to conscious living with self awakening,
on fb. Link given below.
https://www.facebook.com/share/1BkFVWEnbY/
#Jivanajagruti
#Mother'sday #mother'sdayspecial
#grandmothers
#mother'slove
#truelove #respect #gratitude #આભાર #વંદન # પ્રણામ #oldage #seniorcitizen