Sunday, January 1, 2023

નવું વર્ષ - નવો સંકલ્પ

 તમે જોયું ગઈકાલ અને આજ માં કેટલું બધું બદલાઈ ગયું ને?
રાત ના 12 વાગ્યે સમય બદલાઈ ગયો,
દિવસ બદલાઈ ગયો,
તારીખ બદલાઈ ગઈ,
વર્ષ બદલાઈ ગયો,
પળવાર માં જૂનું વર્ષ બદલાઈ ગયું, ને નવું વર્ષ આવી ગયું.!

પણ ના બદલાયું, તે છે,
"હું" અને "તમે", - "આપણે બધા"!
એ જ વિચારો, એ જ આદતો,
એ જ સિધ્ધાંતો, ને એ જ આપણે!

આપણે બદલાવ્યું છે, તો, ફક્ત 
આપણું પહેરવેશ, આપણું ખાન પાન,
ને આપણી લિવિંગ સ્ટાઇલ!!

પણ ક્યારેય આપણી જૂની સોચને  બદલી શક્યા?
ક્યારેય આપણી આદતો ને બદલી શક્યા?
ક્યારેય આપણા સિધ્ધાંતો ને બદલી શક્યા  ? 
નહીં ને?

'નવું વર્ષ' આપણને શું સંકેત આપે છે??
નવા વર્ષ નું આગમન,  અને,
એનું દુનિયા ભર માં ધામધૂમ થી થતું  સ્વાગત...શું કહે છે??
શું ઈશારો કરે છે??
શું સમજાવે છે? એક વખત જરૂર વિચારીશું.

જેમ આપણે જૂના વર્ષ ને  વિદાય આપી,
નવા વર્ષ ને સહજ સ્વીકારીએ છીએ, 
એ જ રીતે, આપણે આપણા, 
જીવન માં આવતા 
નવા બદલાવ, નવા સમય, 
નવા વિચારો, ને અપનાવા જોઈએ, 
સ્વીકારવા જોઈએ, 
અને,
એ માટે, 
જરૂર પડે તો, ક્યારેક
આપણાં,
જૂના વિચારો, જૂની આદતો, જૂના સિધ્ધાંતો ને બદલવા ની કોશિશ કરવી જોઈએ!

થોડું મુશ્કેલ કામ છે, પણ કરી શકાય!
શું કેહવાય એને?
.....New year's Resolution!
એક firm decision, જેને આપણે દિલ થી સ્વીકારી ને follow કરીએ, જેમાં આપણી ભલાઈ હોય.

માટે ચાલો આપણે બધા, 
'નવા વર્ષ ના આગમન' થી શીખ લઈએ ને 
આપણી માટે નવા વર્ષ નું એક resolution નકકી કરીએ,
અને એ છે,

"આપણી જૂની આદતો, જૂના વિચારો, જૂના સિધ્ધાંતોને નવા રંગ રૂપ પેહરાવી, બદલાતા સમય સાથે આપણી જાત ને બદલીએ, અને, નવા સમયને અનુરૂપ થઇએ!"

બસ, આ થી વિશેષ શું જોઈએ?

Wish you all a very 
Happy New year, 2024!
Good luck! 
All the best!!

Thank you!!
- Dr. Neeta
(આપણા New year's resolution ને બધા સાથે શેર જરૂર કરજો.)
💫💫✨✨💫💫
#HappyNew year2025
#HappyNew year
#Newyear'sresolution
#નવુંવર્ષ #નવાવર્ષનોઠરાવ
#JivanJagruti
# જીવનજાગૃતિ 

https://www.facebook.com/profile.php?id=61556717276837&mibextid=ZbWKwL

No comments:

Post a Comment

Wedding Preparations vs Marriage Preparations

A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glanci...