Friday, September 22, 2023

Happy Daughters'day!❤️💞

દિકરી તું મોટી નાં થતી!! 
મોટી થઈશ તો સમજદાર થઇ જઈશ!

આજે એક માં નાં હૃદય થી લખવા બેઠી છું.

આમ જોઈએ તો દીકરી ને સમજદાર બનાવવા, સંસ્કારી બનાવવા માટે  પિતા કરતા માં નો ફાળો મોટો હોય છે!!
પણ આજે એજ માં કહે છે, કે દીકરી તું મોટી નાં થા.....મોટી થઈશ તો સમજદાર થઇ જઇશ.
કેટલી આશ્ચર્ય ની વાત છે ને???....
કદાચ આજે મારી સાથે જગત ની બધી જ માં ઓ,
આ બાબત પર કબૂલ થશે....
એ સમજી શકશે કે હું શું કહેવા માંગુ છું?

દીકરી હંમેશા પપ્પા ની લાડકી હોય છે. ..પપ્પા એને લાડ કરે, બધી demands પૂરી કરે પણ...ક્યાંય સભળ્યું છે, કે માં એ દીકરી ને પપ્પા રાખે એવી લાડકી રાખી હોય??

માં ધારે તો પણ દીકરી ને એવો લાડ નાં બતાડી શકે.
ક્યાંક ને ક્યાંક એ ટોકી દે, કે સલાહ, શિખામણ આપી દે.. ક્યારેક આદતો નાં નામે તો ક્યારેક જવાબદારી નાં નામે,
ક્યારેક સંસ્કારો નાં નામે!!
બે શબ્દ વઢી લે પણ ખોટા લાડ પ્રેમ ના સૂઝે!!

કેમ એમ??

શું માં ને એની દીકરી માટે પપ્પા જેટલો પ્રેમ નથી હોતો??
શું માં ને  દીકરી વહાલી નથી હોતી??

વહાલી એટલી જ હોય છે, પણ એને ખબર છે, દીકરી મોટી થશે, તો સાસરે જશે,....ત્યાં એની મન મરજી નહીં ચાલે....એટલે નાનપણ થી જ, માં, સમજદારી નાં થોડા થોડા પાઠ ભણાવતી થઇ જાય છે....ને એક સમય આવે કે.....દીકરી ને કાઇ સમજાવું નથી પડતું, એ કીધા પેહલા જ સમજી જાય છે.....કયાં શું બોલવું, નહીં બોલવું, કેવી રીતે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, કેહવુ, સમજવું...વિગેરે વિગેરે....

ક્યારેક તો દિકરી 'માં' ને પણ  શીખવાડવા લાગે છે......માં ની પણ ભૂલ બતાવવા લાગે છે.....ત્યારે સમજી જવું કે દીકરી હવે પૂર્ણ પણે ત્યાર થઈ ગઈ, સાસરે જવા માટે!!!

આ વાત જ્યારે માં ને સમજાય ત્યારે મન માં હર્ષ થાય કે આપણી દીકરી આપણું નામ રોશન કરશે, પણ બીજી બાજુ દુઃખ થાય કે હવે તો એ સાસરે જશે.......
આપણી પાસે હવે કેટલા વર્ષ રેહશે???....
એ તો ઉડી જશે એના ઘરે, ....
ત્યારે એક ખટકો ઉદભવે છે, ક્યાંક કાઈ છુંટી તો નથી ગયું ને??....એક અફસોસ... માં ને મન માં ને મન માં થાય છે,
કે દીકરી ને સમજદાર બનાવવા નાં ચક્કર માં ક્યાંક
મેં દિકરી નાં ઉછેર માં ભૂલ તો નથી કરી ને??
ક્યાંક એની ઈચ્છાઓને તો એને મારવી  નથી પડી ને??
એની demands પૂરી નાં કરી ને ક્યાંક એને અન્યાય તો નથી કર્યો ને??
એણે જોયેલા સપનાઓ ને આપણે નજરઅંદાજ નથી કર્યા ને? 

દીકરી માટે કેટલા restrictions હોવા જોઈએ??...
ને કેટલા માપદંડ હોવા જોઈએ??

ક્યાંક આપણે આપણી દીકરી નાં સપનાઓની, ઈચ્છાઓની, વિચારોની, બાળપણ ની નાસમજ જીદ્દ ની,
કુરબાની તો નથી આપતા ને,
- ઘરકામ નાં નામે,
- સાસરે જવા નાં નાંમે,
- પારકા ઘરે adjust થવા નાં નામે,
- બધા ને ખુશ રાખવા નાં નામે,
- આજ્ઞાકિત બનવા નાં નામે.....
- સમજદારી નાં નામે.
- સ્ત્રીસહજ જવાબદારીઓ નિભાવવા નાં નામે...and so on.....
શું દીકરી એ જ હંમેશા આપણે દોરેલા રસ્તા પર ચાલવું પડશે?? દીકરા માટે પણ એવું કોઈ માપદંડ આપણે વિચાર્યું છે? 
એક દીકરીની માં આજે પૂછે છે પોતાની જાત ને!!

Please like, share and comment to express your love for your daughters!!🙏

Thank you!

Please note:
મારા પ્રિય વાચક મિત્રો, 
After getting feedback from someone, 
આ લેખ વિશે એક સ્પષ્ટતા હું કરવા માંગુ છે કે,
આ લેખ દિકરી ને છૂટ આપવી કે નાં આપવી એ બાબત પર નથી...આ લેખ એક એવી માં નું વર્ણન કરે છે, જે દિકરી ને સંસ્કારો આપવા માટે  પોતાની મમતા અને લાડ પ્રેમ ને આડે આવવા નથી દેતી. આપણે એવી દરેક માતાઓ નાં ઋણી છીએ જેમણે પોતાની દીકરીઓ ને સંસ્કારી બનાવવા માટે દુર્લભ ફાળો આપ્યો છે. એમની સંસ્કારી દીકરીઓ જ આગળ જતાં બંને કુળ ને તારે છે. 
આ લેખ માં એવી દરેક સંસ્કારી દિકરી ની માં નાં, કોમળ હૃદય ની વ્યથા ને વ્યક્ત કરી છે. એમની માં નાં દિલ ની કશ્મકશ ને સમજવા ની આપણે કોશિશ કરી છે, જે પોતાની દીકરી કે દીકરા માટે same ધબકે છે પણ દિકરી માટે એ વધુ વ્યક્ત નથી કરતી, જેથી દિકરી માં સારા સંસ્કારો નું સિંચન થાય અને પોતાની ગૃહસ્થી ને સારી રીતે ચલાવી શકે.

આ લેખ દ્વારા એવી બધી સંસ્કારી માં ઓ અને દિકરી ઓ ની કદર કરવા ની આજે આપણે કોશિશ કરી છે. જો તમને ગમે તો આ લેખ ને વધુ માં વધુ લોકો સાથે share કરી આ કોશિશ માં યોગદાન આપજો.

આ ઉપરાંત,
એક સવાલ દિકરી ની માં ને એમ પણ થાય છે, કે જેટલા restrictions અને માપદંડ આપણે દિકરી માટે અપનાવીએ છીએ, એવી જ રીત નાં માપદંડ, આપણે દીકરા માટે પણ ઠરાવ્યા છે કે નહિ?....જેથી એનો ઘર સંસાર પણ સારી રીતે ચાલી શકે.

આશા છે તમને મારા લેખ નો આશય સ્પષ્ટ થયો હશે.
Thank you. 
 Dr. Neeta Thakkar
@Jivan JAGRUTI from the diary of 'સાસરે જતી દીકરી '-part 5....

Please do Read the other two articles from the same series.
Link given below.

"Happy Daughter's Day to all the wonderful and well-behaved daughters! You deserve to have your own space and time to soar and spread your wings. Best of luck!"




લગ્ન ની ત્યારીઓ!!
http://drneetathakkar.blogspot.com/2022/10/blog-post.html

લગ્નોત્સવ
http://drneetathakkar.blogspot.com/2023/02/indian-weddings.html

દિકરી ની વિદાય!







2 comments:

  1. Bena maf karsho e ek chhod ne tame km uchhero chho depand chhut jarur apay pn sanskar sinchan sathe

    ReplyDelete
  2. તમારી વાત સાચી છે. ધન્યવાદ, તમારા મત રજૂ કરવા માટે.
    મારા પ્રિય વાચક મિત્રો,
    એક સ્પષ્ટતા હું કરવા માંગુ છે કે,
    આ લેખ દિકરી ને છૂટ આપવી કે નાં આપવી એ બાબત પર નથી...આ લેખ એક એવી માં નું વર્ણન કરે છે, જે દિકરી ને સંસ્કારો આપવા માટે પોતાની મમતા અને લાડ, પ્રેમ ને આડે આવવા નથી દેતી. આપણે એવી દરેક માતાઓ નાં ઋણી છીએ જેમણે પોતાની દીકરીઓ ને સંસ્કારી બનાવવા માટે દુર્લભ ફાળો આપ્યો છે. આવી સંસ્કારી દીકરીઓ જ આગળ જતાં બંને કુળ ને તારે છે.
    આ લેખ માં એવી દરેક સંસ્કારી માં નાં કોમળ હૃદય ની વ્યથા ને વ્યક્ત કરી છે. આવી માંતા નાં દિલ ને સમજવા ની આપણે કોશિશ કરી છે, જે પોતાની દીકરી કે દીકરા માટે same ધબકે છે પણ દિકરી માટે એ વ્યક્ત નથી કરતી જેથી દિકરી માં સારા સંસ્કારો નું સિંચન થાય અને પોતાની ગૃહસ્થી ને સારી રીતે ચલાવી શકે.
    આ લેખ દ્વારા આવી સંસ્કારી માં અને દિકરી ની કદર કરવા ની આપણે કોશિશ કરી છે.

    આશા છે તમને મારા લેખ નો આશય હવે વધુ સ્પષ્ટ થયો હશે.

    Thank. you.
    Dr. Neeta Thakkar

    ReplyDelete

Wedding Preparations vs Marriage Preparations

A few days ago, I met my old neighbor Bakulaben at the market. She was standing outside a wedding cloth store, looking a bit anxious, glanci...