Sunday, November 10, 2024

દિકરી આપણી પારકી થાપણ!!

દીકરી ની સગાઈ નક્કી થાય એટલે, ઘર માં બધાને ખુશી તો થાય જ પણ 
સાથે સાથે, એ જ ખુશી ક્યારે, 
હસતા, હસતા , આંખ ભીની કરી નાખે, 
એની કોઈ ને ખબર પણ ના પડે??😌

દીકરી હવે આપણાં ઘરે થોડા જ દિવસ છે, એ માત્ર ખયાલ થી જ માં બાપ ના આંખ માં થી આંસુ ના રોકાય!

પણ દીકરી તેમને રડતાં જોઈ ના જાયે એની ખાસ તકેદારી તો ફક્ત દીકરી ના પપ્પા જ રાખી શકે!!....

ક્યાંક મારી દીકરી મને રડતાં જોશે તો??....એ પણ બિચારી રડી પડશે, એ વિચારી ને પપ્પા, અહીં તહીં જોઈ લે પણ દીકરી ની સામે નજર ના મિલાવે !....

પોતાની વાહલી દીકરી ની નજર થી પપ્પા કાંઈ બચી શકે??

દીકરી પણ આંખ ના એક ખૂણે થી, તરત જ પપ્પા ના હાવ ભાવ સમજી જાયે, પણ એ પપ્પા ને બતાવે નહીં,..... અલક મલક ની વાતો હસતા હસતા કરવા લાગે,...." પપ્પા આજે તો મારા સાસરે આમ થયું, ને તેમ થયું....કરતી , કરતી, પપ્પા ની નજર ચૂકવી, પોતાના આંસુ ક્યારે લૂછી લે, એ પપ્પા ને પણ ખબર  ના પડે!!!......

દીકરી આપણી પારકી થાપણ છે, એ વાત બધા જ માં બાપ જાણતા હોય છે, પણ, જ્યારે ખરેખર એ સમય આવે, ત્યારે એ થાપણ ને વળગી રહેવાનું મન થાય......બે ઘડી તો એમ પણ લાગે, શું કામ આપણે આટલી જલ્દી કરી?...થોડા દિવસ રહી ને દીકરી ની સગાઈ કરી હોત તો...., હજી ક્યાં એટલી મોટી થયી ગયી હતી?? ......લગ્ન ની શું કામ આટલી ઉતાવળ કરી???.....આવા ઘણા સવાલો ના જવાબ આપતા, આપતા, મમ્મી ને પપ્પા એક બીજા ને સમજાવતા બેઠાં હોય...

બસ! આમ આમ કરતા, કરતા, દીકરી ના લગ્ન લેવાય ને લગ્ન ની તારીખ પાકકી થાય!!....ભાઈ ને આ વાત ની ખબર પડે એટલે પેહલા તો, એ ગુસ્સે થાય, શું કામ આટલી બધી ઉતાવળ કરો છો, તમે લોકો?.....

હજી બે મહિના પછી ની તારીખ નક્કી કરો ને....એમ કહેતા, કેહતા, બિચારો ભાઈ મન માં ઘણા બહાના ગોતવા લાગે,... કેમ કરી ને હું મારી બહેન ને રોકી લઉં!....

આજે એને કોણ સમજાવે??......કે દીકરી તો પારકી અમાનત, છે!....સમય આવે, એને વળાવવી જ પડે!!!....

અને પેલી નાની બહેનને તો, મોટી બહેનના  લગ્ન ની ખૂબ હોંશ!!, એને એમ થાય મારા કપડાં, બહેનના કપડાં થી ઉતરતા ના હોવા જોઈએ! વાત વાત માં જીદ કરે, મને પણ આવું જ લાવી આપો....હું તો જીજાજી ના બુટ ચોરીશ, આ ડાન્સ કરીશ, તે ડાન્સ કરીશ!!....

એની તો ખુશી ના સમાતી હોય!!.....સાચી ખબર તો તેને ત્યારે પડશે જ્યારે બહેન સાસરે જશે ને એને ઘર ખાલી ખાલી લાગશે,.... એની સાથે લડવા, ઝઘડવા વાળું કોઈ નહીં હોય.....ત્યારે એની આંખ ના આંસુ વહેતાં બંદ નહીં થાય!!

નાનપણથી ઘર ઘર રમતી, આપણી દીકરી, જ્યારે સાચે જ એના સપના ના રાજકુમાર સાથે ઘર સંસાર માંડવા જઇ રહી હોય ત્યારે, એની feelings તો કોઈ સમજી પણ ના શકે!......એક બાજુ ખુશી તો એકબાજુ પિયર ને છોડી ને જવવાનું દુઃખ!!!..….

કોઈ સાસરે જાતી દિકરી જ આ વાત સમજી શકે!
💕❤💞

માટે ચાલો આજે આપણે સાસરે જતી આપણી દિકરી ના આ સોનેરી સફર ને ખુશીઓ ને પ્રેમ થી ભરી ખૂબ યાદગાર  બનાવીએ!! ......
😍🥰🌹🌹🎊🎉


to be continued....
🙏🙏

( From the diary of *સાસરે જાતી દીકરી* - A beautiful  journey from an engagement to Marriage...."
(💕...💞...❤❤...💝....💖💖)

આભાર!!

-🙏નીતા!!

No comments:

Post a Comment

અનિશ્ચિતતા માં નિશ્ચિતતા કેવી રીતે લાવવી?

જીવન જાગૃતિ, (a journey to conscious living with self awakening) ના માધ્યમ થી અમદાવાદ plane crash ની દુર્ઘટના માં થી મને મળેલો જ...