"Indian Weddings" વિષે search કર્યું,
તો
એટલા બધા photos ને videos જોવા મળ્યા કે, આપણને એવું લાગે, આ ફક્ત લગ્ન નહીં પણ લગ્ન નામનો ઉત્સવ છે. કેટલા બધા colourful events, decorations, વિધિઓ, જાત જાત ના પકવાન, મંડપ સજાવટ, બારાત, બેન્ડ બાજા, વરઘોડો, ફુલેકું....નાચ ગાન, શણગાર સજાવટ.....ઇત્યાદિ એટલું બધું સુંદર અને સુશોભિત આયોજન જોઈએ ત્યારે ખરેખર એવું લાગે કે આ ફક્ત બે વ્યકિત ઓ નું લગ્ન નહીં, પણ બે પરિવાર વચ્ચે નો ઉત્સવ છે જેમાં ઘણા લોકો શામિલ થાય છે, સગા વ્હાલા થી લઇ પાડોશી, મિત્રગણ, પરિચિત લોકો .....આ બધા નો એક મેળાવડો થયો હોય એવું લાગે!
વર અને વધુ નાં પરિવાર માટે સૌથી ખુશી નો આ દિવસ છે, specially dulha -dulhan માટે તો ખાસ દિવસ!!
અને એ દિવસે એમના ઠાઠમાઠ કોઈ રાજા રાણી થી કમ નાં હોય.
વરરાજા નાં તો એટલો ઠાઠમાઠ હોય કે એને એક દિવસ નો રાજા હોય એવું ફીલ થાય. સૌથી ખરાબ હાલત તો અણવર ની હોય. દુલ્હો પાણી માંગે તો દૂધ હાજર કરવાનું.
.....ઘર નાં જમાઈ રાજા, આ દિવસે સાળા ની સેવા ચાકરી કરે અને એ પણ ખુશી થી, પોતાની મરજી થી!!😃
દુલ્હન પણ સાજ શણગાર થી સજેલી, એવું લાગે કે જાણે પપ્પા ની પ્રિન્સેસ, એના સપના નાં રાજકુમાર સાથે પરણી રહી છે.
હાથ માં તલવાર, ને ઘોડી પર બેસેલો, સાફો પેહરેલો દુલ્હો ને બેન્ડ બાજા ની ધૂન પર નાચતા જાનૈયાઓ ને જોવાનો એક અનેરો લાહવો હોય છે.
સાજન જી ઘર આયે, દુલ્હન કયું શરમાંયે? પેલું કરણ જોહર નાં પિક્ચર નું ગીત યાદ આવી જાય!😇😇
આજકાલ નાં ગોર મહારાજ પણ કેવા મોડર્ન જોવા મળે છે. હાથ માં મોટું tab લયી આવે મંત્રોચાર વાંચવા!... કહે કે
original શાસ્ત્રોક્ત પધ્ધતિ થી વિધિ કરાવે છે!... આવા modern મહારાજ ની છાપ જ કંઇક અલગ પડે હોં!!
લગ્ન ની વિધિ ની સાથે સાથે બેકગ્રાઉન્ડ માં લગ્ન ગીતો ની પણ રમઝટ જામી હોય. Professional singers લગ્ન ગીતો ગાતા હોય, શરણાઈ, વાદન ચાલતું હોય, ઢોલ
ઢમક્તો હોય, ત્યારે ચારે બાજુ ખુશી અને આનંદનો માહોલ છવાઇ જાય છે.
વેવાણઓ માં તો જાણે competition લાગી હોય, કોણ વધુ સુંદર દેખાય ને કોણ વધુ મોંઘા ઘરેણાં પેહરે?
બંને પક્ષ ની સ્ત્રીઓ બની ઠની, મેકઅપ hairstyle કરી એટલી સજેલી હોય કે જાણે સ્વર્ગ ની અપ્સરાઓ જેવી લાગે!!
આ બધી કરણ જોહર નાં પિક્ચર ની કમાલ છે, જેણે લગ્ન નાં પ્રસંગ ને ઉત્સવ જેવો બનાવી દીધો છે.
હલ્દી રસમ, મેહદી રસમ, સંગીત સંધ્યા, reception જેવા ચાર પ્રસંગો તો જાણે ચાર ચાંદ લગાવે, સોને પે સુહાગા!!
જમણવાર નું તું પૂછવાનું જ નાં હોય!!
અહા હા, એક થી એક પકવાન, chinese, Thai food, piza, South Indians, chat, sweets, deserts.....what not....ક્યારેક તો પ્લેટ નાની પડે, એટલી બધી જમવાની items હોય.
Minimum 1000/ થી કરી 2000, 3000 થી 4000 સુધી કે વધુ... જમવા ની એક ડીશ હોય...
જમવા વાળા પણ એટલા જ શોખીન!
એક એક ડીશ ને માણી માણી ને ખાય!
પેહલા નાં જમાના માં થતાં, બૂંદી ગાંઠિયા, ને ઊંધિયા ના જમણવાર ને કોણ પૂછે???...એ તો outdated કહેવાય!
જેટલું સ્ટેટસ ઊંચું એટલો ભભકો જાજો!!
અને હોવું પણ જોઈએ! કેમ નહીં?
સમાજ માં પ્રતિષ્ઠા જળવાવી તો જોઈએ જ ને! નહીં તો પાછા લોકો પાછળ થી વાતો કરે...."ફલાણા નાં લગ્ન મા કાંઈ મજા નોહતી! બહુ સીધા સદા લગ્ન કર્યા હતા."
ખુશી નાં આ પ્રસંગ માં
દુઃખની વાત એ પણ છે કે,
લગ્ન પ્રસંગ નાં ખર્ચ ને પહોંચી વળવા, ક્યારેક, કોઈ સામાન્ય માણસ, કોઈ દીકરી કે દીકરા નાં પિતા ને કરજો કરવો પડે છે, loan લેવી પડે છે કે પોતાની જમીન કે મકાન ને ગીરવે રાખવું પડે છે. કોઈ ની જીવનભર ની જમાપુંજી લગ્ન પાછળ ખર્ચાય જાય, એ અફસોસ ની વાત છે!!!
આ બાબતે પણ આપણું ધ્યાન દોરાવવું જોઈએ.
લગ્ન સાદાઈ થી પણ ઓછા ખર્ચ માં થઇ શકે છે....એ બાબતે આપણા માં જાગરૂકતા અને હિંમત આવવી જોઈએ.
આપણે સાદાઈ થી થતા લગ્નો ને પણ સ્વીકારવા જોઈએ, અપનાવા જોઈએ, પ્રોત્સાહન આપવું જોઈએ, ને પોતે પણ જાગૃત થવું જોઈએ.
કારણકે,
સાચું કહું, તો,
લગ્ન એક પ્રથા છે,
એક વિધિ છે
એક મેળાપ છે,
બે વ્યક્તિ નો,
બે પરિવાર નો!!
આ ખુશી નો પ્રસંગ છે,
ઉત્સવ ની જેમ ઉજવીએ કે પ્રથા ની રીતે ઉજવીએ, choice આપણી છે!
ફક્ત એટલું ધ્યાન રહે કે,
આ પ્રથા નો ઉદ્દેશ્ય
આનંદ અને ખુશી ની પળો ને
સગાવ્હાલા, મિત્રો સાથે
માણવી ને ઉજવવી
એટલો જ હોવો જોઈએ,
કોઈ
સામાજિક બંધન,
Status symbol,
Show off કે
દેખાદેખી ની રીતે નહીં!
આશા છે, આપ પણ સેહમત હશો. તમારા વિચારો commentbox માં જરૂર લખજો.
Disclaimer : આ લેખ નો ઉદ્દેશ્ય ફક્ત સામાજિક જાગરૂકતા પહોંચાડવાનો છે. કોઈ ના વિચારો ને oppose થયું હોય કે agree ના થતું હોય તો માફ કરજો....
- Please like, share and comment.
Dr. Neeta
(From the diary of 'સાસરે જતી દીકરી ')
આ જ series ના બીજા બે આર્ટિકલ છે,
1. દીકરી ની વિદાય
2. લગ્ન ની ત્યારિઓ....
વાંચવા નું ચૂકતા નહીં.
https://drneetathakkar.blogspot.com/
Sharing a picture gallery of few Indian wedding here. Please do enjoy and cherish the sweet memories of your marriage!
તમારા ઘરે થયેલા લગ્નોત્સવ ની યાદો તાજી થઇ કે નહી એ જણાવજો.
#JAGRUTI
#જાગૃતિ #લગ્નોત્સવ #indian weddings
#લગ્નનીત્યારીઓ #સંગીતસંધ્યા
#મહેંદીરસમ
#indianmarriages
#weddingplanning
#weddingdecorations
#weddingreception
#mandapdecorations
#dulhanmakeup
#beautician
#weddingphotography