Thursday, December 18, 2025

મામેરું

મામેરું!
જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે.
I hope, 
તમને બધાને કુંવરબાઇ ના મામેરા ની વાત તો ખબર જ હશે, કે કેવી રીતે ભગવાન શ્રીકૃષ્ણ એ, જાતે નરસિંહ મેહતા ની દીકરી નું મામેરું પૂરું પાડ્યું હતું....અહીં ભગવાને ભક્ત ની લાજ તો રાખી દીધી પણ એક વાત વિચારવા જેવી છે કે, 
શું કામ કૃષ્ણ ને આવવું પડ્યું પોતાના ભક્ત ની લાજ રાખવા માટે?  
શા માટે મામા એ ભભકેદાર મામેરું જ આપવું જોઈએ એવી અપેક્ષા સમાજ રાખે છે કે વિચારે છે? 
શામાટે કુંવરબાઇ ને નીચું જોવા જેવું થવું જોઈએ? 
શા માટે નરસિંહ મેહતા ને સામાજિક pressure હેઠળ કે મામા ની નિંદા ના થાય એની માટે ભગવાન ને પ્રાર્થના કરવાની જરૂર પડી?
આજ રીતે,
ઘણી સ્ટોરી અને વાતો પણ આપણે સાંભળી છે કે મામેરું જો ઓછું વધુ હોય તો એના વિશે વાતો થાય છે. બહેન ને સાસરા માં નીચું જોવા જેવું થાય છે.. કદાચ ક્યાંક આવી ઘટના બની પણ હશે, અને લોકો એ  એનો વિરોધ પણ કર્યો છે , સામાજિક જાગૃતતા પણ આવી છે સંકુચિત માનસિકતા ઓછી પણ થઈ છે....
પણ,
એક વિચાર મન માં આવે છે કે
સમાજ ના લોકો શા માટે કોઈ પ્રથા નું વ્યવહાર ની રીતે મૂલ્યાંકન કરે છે? 
શું કોઈ પ્રથા ને આપણે સહજ રીતે નિભાવી ના શકીએ? એનું મૂલ્યાંકન શા માટે થવું જોઈએ?
અને જો મૂલ્યાંકન કરવું જ હોય તો,
આ પ્રથા પાછળ નો શું ઉદ્દેશ હશે એનું મૂલ્યાંકન થવું જોઈએ અને જરૂર લાગે તો પ્રસંગોપાત ફેરફાર પણ થવા જોઈએ.

આજે આપણે વાત કુંવર બાઈ ના મામેરા ની નથી કરવી પણ વાત કરવી છે, 
 'મામેરા' પ્રથા ની!
આપણે આ પ્રથા ને કઈ રીતે જોઈએ છે?
એક વ્યવહાર તરીકે, 
સ્ટેટ્સ તરીકે? 
કે
એના પાછળ છુપાયેલા પ્રેમ રૂપી ઉપહાર ની રીતે? 

મારા માટે "મામેરા" ને જો પ્રથા ની જેમ જોઈશું તો તેમાં ઘણા ઊંચા નીચા મૂલ્યાંકન થશે,
પણ
એક મોસાળ(મામા) તરફ થી પોતાની ભાણેજી અને બહેન ને "પ્રેમ રૂપી ભેટ" ની રૂપે જોઈશું તો ક્યારેય પણ એનું મૂલ્યાંકન નહીં થાય કે થશે, કારણકે પ્રેમ અમૂલ્ય હોય છે એનું કોઈ માપ દંડ ના હોય.
પ્રેમ પ્રેમ હોય છે, તમે એને ભેટ રૂપે આપો કે વ્હાલ રૂપી આપો, એનું મહત્વ એટલું જ રહે છે ક્યારેય ઓછું નથી થતું.

બહેન ના ઘરે એના લાડકા દીકરા કે દીકરી ના લગ્ન હોય અને મામા ખાલી હાથ જાય એ તો શક્ય જ નથી, પણ એની યથાશકિત પ્રમાણે જે પણ ભેટ પોતાની બહેન અને લાડકા ભાણેજા અને ભાણેજી માટે આપે એને સહર્ષ સ્વીકારવા માં આવે, 
વધાવવા માં આવે તો બંને પક્ષે 
પ્રેમ ની આપ લે થઈ જાય છે અને પ્રસંગ ની ગરિમા પણ જળવાઈ જાય છે.

આપણી હિન્દુ સંસ્કૃતિ ની જેટલી પણ પ્રથાઓ છે એની પાછળ કોઈ સારો ઉદ્દેશ અને સામાજિક સંદેશ છુપાયેલો રહેલો હોય છે,
પણ 
આપણે જ આપણી અજ્ઞાનતા ન લીધે પ્રથાઓ ને વ્યવહાર ની રીતે થોપી બેસાડતા હોઈએ છીએ અને blindly follow પણ  કરતા હોઈએ છીએ.

જો જોવાનો દ્રષ્ટિકોણ બદલશું તો અર્થ પણ બદલશે...માટે કોઈ પણ પ્રથા ને સમજી વિચારી ને અવલોકન અને અનુકરણ કરવું હિતાવહ છે, નહીં કે સ્ટેટ્સ show કરવા માટે કે blindly follow કરવા માટે.

Jivanjagruti સંદેશ તરીકે આને આપણે,
આપણી પોતાની સમજ ના સ્વ મૂલ્યાંકન ની રીતે જોઈશું તો એનું વધુ સારું પરિણામ જોવા મળશે.

આજે હું સહર્ષ રીતે Todai પરિવાર ની આભારી છું કે એમણે અમારી ભાણેજી પરીતા ના લગ્ન પ્રસંગે આપેલા અમારા મામેરા નો સહર્ષ સ્વીકાર કર્યો અને પ્રેમ રૂપી ભેટ ને પ્રેમ થી વધાવ્યો. 
ખાનદાની પરિવાર ની આ નિશાની છે.
અને મને આનંદ છે કે આવા ઘણા ખાનદાની પરિવારો આપણા સમાજ માં છે કે જેઓ બહુ સારું ઉદાહરણ પૂરું પાડે છે
કે
પ્રથા કરતાં પ્રેમ ને મહત્વ આપવું.
વ્યવહાર કરતા પ્રસંગની ગરિમા 
ને મહત્વ આપવું.
કોઈ ખોટો દંભ નહીં કે કોઈ ખોટી સરખામણી નહીં
ફક્ત પ્રેમ અને સંસ્કારો ની આપ લે થાય એ જ છે સાચી પ્રથા !
જો આટલી જ વાત સમાજ ના બધા પરિવાર ને સમજાઈ જાય તો કોઈ પણ પ્રસંગ એની પારંપરિક પ્રથા અનુસાર ઉજવવા ની એક અલગ જ મઝા આવશે.

Thank you 
Dr. Neeta. 

1 comment:

  1. પ્રેમ ની સૌગાત નું મામેરૂ 👌👌પ્રેમ થી આપેલું ને પ્રેમ થી સ્વીકારેલું હોય તો ,પ્રેમ બે ગુણો થાય છે🙏🙏

    ReplyDelete

મામેરું

મામેરું! જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે. I hope,  તમને બધાને કુંવરબાઇ ના મામેરા ની વાત તો ખબર જ ...