Sunday, March 8, 2026
સ્ત્રી
Monday, March 2, 2026
યુદ્ધ પાછળ ની માનસિકતા!
- જ્યારે તાકાતવર પક્ષ, પોતાની તાકાત થી નબળા પક્ષ ને સતત દબાવવાની કોશિશ કરે.
- જે પક્ષ ને દબાવવા માં આવે તેને હીનતા ની ભાવના થાય, અન્યાય ની ભાવના થાય, અને એ પક્ષ અન્યાય સહન કરી ના શકે.. ત્યારે સામનો કરવા સજ્જ થઇ જાય..... પછી એ માટે તેણે યુદ્ધ કરવું પડે ,મરવું પડે કે મારવું પડે....બધું જ કરવા ત્યાર થયી જાય. इस पार के उस पार ની લડાઈ !!
- જ્યારે એક પક્ષ (વ્યક્તિ) ધૃતરાષ્ટ્ર ની જેમ લાલચમાં, સત્તા પામવા ની ઈચ્છા માં અંધ બંને,
- એક પક્ષ (વ્યક્તિ) દુર્યોધન ની જેમ અભિમમાન માં રાચે, બીજા ને તુચ્છ સમજવા લાગે. બીજા ના અધિકારો ને હડપવા ની કોશિશ કરે.
- જ્યારે દ્રૌપદી જેવી સ્વાભિમાની વ્યક્તિની ભરસભા માં માનહાની થાય જે એના માટે અસહ્ય બની જાય.
- જ્યારે શકુની જેવા માણસો ના સલાહ સુચન પર સત્તા કે ઘર ચાલવા લાગે.
- જ્યારે ધર્મ (સત્ય)ની રક્ષા કરવા વાળા, ભીષ્મ અને દ્રૌનાચાર્ય જેવા લાચાર બને.
- જ્યારે કોઈ ના અધિકારો ને છિન્નવામાં આવે
- જ્યારે અધર્મ નો અત્યાચાર એની ચરમસીમા પર પહોંચી જાય.
- જ્યારે બે અહંમ નો ટકરાવ થાય, પછી એ વ્યક્તિ ગત હોય કે બે પક્ષ વચ્ચે હોય કે બે જાતિ, બે સમાજ, કે બે દેશો વચ્ચે હોય!
- બંને પક્ષ પોતાની જીદદ છોડવા ત્યાર થાય,
- બંને પક્ષ પોતાનો અહંમ ભૂલી, દેશ (ઘર) માટે વિચારે, નિર્દોષ પ્રજા માટે વિચારે!
- બંને પક્ષ યુદ્ધ થી થતા નુકસાન પર વિચારે,
- બંને પક્ષ શાંતિ- સમાધાન સુલેહ ના રસ્તે ચાલે.
- કોઈ કોઈ ને અન્યાય ના કરે.
- કોઈ કોઈ ને નુકસાન ના પહોંચાડે.
- કોઈ કોઈ ની સત્તા, માલ મિલકત , હક્ક, boundaries ને હડપવા ની કોશિશ ના કરે.
Friday, February 13, 2026
પ્રેમ” – એક સુંદર અહેસાસ!
વેલેન્ટાઇન ડે હોય અને પ્રેમની વાત ન કરીએ તો કેમ ચાલે?
મારો હેતુ વેલેન્ટાઇન ડે વિશે લખવાનો નથી, પણ
વેલેન્ટાઇન ડે ના નિમિતે પ્રેમ વિશે લખવાની ઈચ્છા ને આજે હું રોકી શકી નહીં.
આમ જોઈએ તો,
પ્રેમ વિશે લખવા કે વાંચવા કરતા,
જેને પ્રેમનો સાચો સ્પર્શ મળ્યો છે, તેણે જીવનની સૌથી અનમોલ ભેટ મેળવી છે.
આ કોઈ એક દિવસની વેલેન્ટાઈન ડે વાળી “ગિફ્ટ” નથી, પણ કુદરતે દરેકને આપેલો અમૂલ્ય અહેસાસ છે —
જે અહેસાસે લેલા મજનુ, હીર રાંઝા, અને જેસલ તોરલ જેવી અમર પ્રેમકથાઓ સર્જી છે.
પરંતુ
જરૂર હોય ત્યારે પ્રેમ જતાવવા માં ઢીલ કરી જતા હોઈએ છીએ કે ક્યારેક ક્ષોભ અનુભવતા હોઈએ છીએ.
કેટલાક લોકો ને તો એવું કહેતા પણ સાંભળ્યા છે કે
એ બધું વેવલાપણું કેહવાય જેમ કે hug કરવું, kiss કરવુ, માથા પર કે પીઠ પર હાથ ફેરવવું, માથા ને ચૂમવું, ગળે લગાડવું etc etc.
પરંતુ સાચી વાત એ છે —
આ વેવલાપણું નહીં, પ્રેમની નિર્વાક ભાષા છે.
ઘણી વખત શબ્દોથી વધુ અસરકારક સ્પર્શ હોય છે.
તમે કહેશો કે આ રીતે તો આપણે બાળક ને પ્રેમ કરીએ છીએ, મોટા ને કરવાની શું જરૂર? અહીં જ તો આપણે ભૂલ કરીએ છીએ કે પ્રેમ ને ઉમર સાથે કોઈ નિસ્બત નથી. પ્રેમ ના ભૂખ્યા ફક્ત બાળકો જ નહીં આપણે મોટા પણ હોઈએ છીએ પણ ક્યારેય વ્યક્ત નથી કરતા.
મારા હોમિયોપથીના અભ્યાસ દરમ્યાન પ્રેમની વિવિધ વ્યક્તિગત અભિવ્યક્તિઓ વિશે રસપ્રદ વાતો શીખવા મળી: જે આજે તમારી સાથે share કરું છું.
પણ આજે એટલું જ કહેવું છે —
ત્યારે તેને વ્યક્ત કરો....શબ્દો માં, સ્પર્શ માં, લેખન માં, કોઈ પણ રીતે જેમ તમને ફાવે તેમ....પણ પ્રેમ ને વ્યક્ત કરતા શીખો.
હું એવું નથી માનતી કે લોકો પ્રેમ વ્યક્ત નથી કરતા, પણ હું કહેવા માંગુ છે કે
પ્રેમ વ્યક્ત કરવો ખૂબ જરૂરી છે. અને એ ક્યારેક નહીં પણ વારવાર વ્યક્ત થવો જોઈએ,
જેમ મીરાંબાઈ એ શ્રી કૃષ્ણ ના પ્રેમમાં ઝેરનો પ્યાલો પણ સ્મિતથી સ્વીકારી લીધો —
તો શું આપણો સાચો પ્રેમ કોઈના મનની નફરત ને ઓગાળી ના શકે?
હા, એક શરત છે —
પ્રેમ સાચો હોવો જોઈએ. નકલી દેખાવો કે દંભ નહીં.”
પ્રેમ ને વધુ સમજવા માટે....
ચાલો જોઈએ કે
પ્રેમ કેટલા પ્રકાર ના હોય છે.
2. નિસ્વાર્થ પ્રેમ - માતાપિતા નો પોતાના સંતાનો પ્રત્યેનો પ્રેમ
3. Devotional પ્રેમ - મીરા અને રાધા નો કૃષ્ણ પ્રત્યે નો પ્રેમ
આજે 14 ફેબ્રુઆરી એ પુલવામા attack માં શહીદ થયેલા આપણા સૈનિકો ને દિલ થી યાદ કરીશું અને શ્રધાંજલિ અર્પીશું.
તેમના બલિદાન બદ્દલ આપણે હંમેશા તેમના અને તેમની ફેમિલી ના ઋણી રહીશું, અને તેમની ફેમિલી માટે દિલ થી દુઆ માંગીશું.
6. Sacrifice વાળો પ્રેમ - જ્યારે બીજા ના પ્રેમમાં તમે તમારૂ comfort, સ્વપ્ન , સ્વમાન ઘણું બધું sacrifice કરો છો.
7. આંધળો પ્રેમ - જેના પ્રેમ માં તમને વ્યક્તિ ના દોષ પણ દેખાતા નથી.
8. Natural પ્રેમ જે દરેક પ્રાણી માત્ર માં રહેલો છે.
એક ક્ષણ વિચારો —
જો દુનિયામાં પ્રેમ ન હોત તો?
માનવી રોબોટ સમાન બની જાય.
AIના યુગમાં કદાચ રોબોટ પણ “પ્રેમ” કરતા શીખી જશે,
પણ સંવેદનાનો સ્પર્શ માત્ર માનવહૃદયમાં જ જીવંત રહેશે.
તો આવો,
મોડું કર્યા વિના, આપણા પ્રેમ ને વ્યક્ત કરીએ.
વારંવાર વ્યક્ત કરીએ.
કારણ કે —
💞 “પ્રેમ વહેંચશો તો વધશે.”
💞 “પ્રેમ એ જ જીવનની સાચી શક્તિ છે.”
💞 “પ્રેમ કરો, વ્યક્ત કરો, અને જીવંત રહો.”
A Very Happy Valentine’s Day!
– ડૉ. નીતા ઠક્કર @Jivanjagruti
પ્રેમ — એક સુંદર અહેસાસ!
તમારો પ્રેમનો અનુભવ કોમેન્ટમાં જરૂર લખશો.
Have a beautiful, love-filled day! 💕
Link given below.
Thursday, December 18, 2025
મામેરું
જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે.
I hope,
આપણે આ પ્રથા ને કઈ રીતે જોઈએ છે?
એક વ્યવહાર તરીકે,
પણ
એક મોસાળ(મામા) તરફ થી પોતાની ભાણેજી અને બહેન ને "પ્રેમ રૂપી ભેટ" ની રૂપે જોઈશું તો ક્યારેય પણ એનું મૂલ્યાંકન નહીં થાય કે થશે, કારણકે પ્રેમ અમૂલ્ય હોય છે એનું કોઈ માપ દંડ ના હોય.
પ્રેમ પ્રેમ હોય છે, તમે એને ભેટ રૂપે આપો કે વ્હાલ રૂપી આપો, એનું મહત્વ એટલું જ રહે છે ક્યારેય ઓછું નથી થતું.
આજે હું સહર્ષ રીતે Todai પરિવાર ની આભારી છું કે એમણે અમારી ભાણેજી પરીતા ના લગ્ન પ્રસંગે આપેલા અમારા મામેરા નો સહર્ષ સ્વીકાર કર્યો અને પ્રેમ રૂપી ભેટ ને પ્રેમ થી વધાવ્યો.
અને મને આનંદ છે કે આવા ઘણા ખાનદાની પરિવારો આપણા સમાજ માં છે કે જેઓ બહુ સારું ઉદાહરણ પૂરું પાડે છે
કે
પ્રથા કરતાં પ્રેમ ને મહત્વ આપવું.
વ્યવહાર કરતા પ્રસંગની ગરિમા
કોઈ ખોટો દંભ નહીં કે કોઈ ખોટી સરખામણી નહીં
ફક્ત પ્રેમ અને સંસ્કારો ની આપ લે થાય એ જ છે સાચી પ્રથા !
જો આટલી જ વાત સમાજ ના બધા પરિવાર ને સમજાઈ જાય તો કોઈ પણ પ્રસંગ એની પારંપરિક પ્રથા અનુસાર ઉજવવા ની એક અલગ જ મઝા આવશે.
Saturday, June 21, 2025
અનિશ્ચિતતા માં નિશ્ચિતતા કેવી રીતે લાવવી?
મિત્રો,
જોયું ને જીવન માં કેટલી અનિશ્ચિતતા છે.
પહેલગામ attack, પછી અમદાવાદ, plane crash આ બંને દુર્ઘટના એ આપણા બધા ના જીવન ને કેટલું બધું હલાવી મૂક્યું છે.
કાલે શું થશે કે હમણાં 2 મિનિટ માં શું થશે? એ વાત ની કોઈ પણ કલ્પના વગર આપણે દિવસ ની શુરુઆત કરીએ છીએ, સાથે કેટલા બધા આવતી કાલ ના પ્લાનિંગ, મહિનાઓ પછી ના goals, વર્ષો પછી ના સપનાઓ ને સાકાર કરવા આપણે રોજ ઘર ની બહાર નીકળીએ છીએ, અને પળ માં બધા calculation ચૂકી જઈ જિંદગી આપણને બીજા કોઈ રસ્તા પર જ ફંટાવી દે છે.....ફરી પાછી એ નવા ફંટાયેલા રસ્તા પર ગમા કે અણગમા વગર ફરી થી ચાલવું, પ્લાનિંગ કરવું ને આગળ વધવું....બસ આજ જીવન નો ચક્ર છે.....
અનિશ્ચિતતા માં નિશ્ચિતતા લાવી ને જીવવું, એ જ કળા આપણે બધા એ કેળવવા ની છે.
કોઈ દુઃખદ દુર્ઘટના આપણા જીવનની ગતિ માં brake લગાવી શકે છે, સ્પીડ ઘટાવી શકે છે પણ આગળ વધતાં નહીં રોકી શકે.....આ વાત જો સમજી જશું તો જીવન વધુ acceptable બનશે. પણ થંભી જશું તો અટકી જશું , જીવન ની ગતિ રોકાઈ જશે.
જીવન માં દુર્ઘટનાઓ આવે જ એટલા માટે કે તમને કાઈ ને કાંઈ શીખવતી જાય અને વધુ ને વધુ પરિપક્વ બનાવતી જાય.
જેઓ એ નજીક થી દુર્ઘટનાઓ ને જોઈ છે, અનુભવી છે, એમને તો move on કરવું ખૂબ જ મુશ્કેલ થઈ જતું હોય છે પણ સમય ધીરે ધીરે બધું જ સહન કરતા શીખવી દે છે ને ફરી પાછા તેમને જીવન ના પ્રવાહ માં ધકેલી દે છે.......આજ તો છે જીવન ની સચ્ચાઈ, અનિશ્ચિતતા માં નિશ્ચિતતા સાથે જીવવું.જો ચાલતા રહીશું તો જીવન ની પ્રતીતિ થતી રહેશે પણ જો અટકી જશું તો જીવન ને પુર્ણવિરામ તરફ ધકેલી દેશું.
અમદાવાદ વિમાન દુર્ઘટનામાં પણ આપણે જોયું કે, plane crash થયું તો કોઈ પણ માથે હાથ રાખી બેસી શક્યું,? ના!!!
તરત જ સમાચાર સંસ્થા, રાહત સંસ્થા ના લોકો actively કામ કરવા લાગ્યા....બધાનો ધ્યેય એક જ હતો કે કેમ કરી ને પણ આ દુર્ઘટના માં થી થંભી ગયેલા જીવન ને બહાર કાઢીએ. એને સમયસર ચેતનવંતુ કરીએ.
Emergency ના ધોરણે સહાય નું કામ થવા લાગ્યું....જેની જ્યાં ફરજ હતી બધા j તાત્કાલિક ,આપાતકાલીન પરિસ્થિતિ ને પહોંચી વળવા સજ્જ થઈ કાર્યરત થઈ ગયા.
સમાચારો એ સમાચાર ફેલાવવા નું કામ કર્યું.
રાહત ટીમે રાહત અને મદદ પહોંચાડી
ડોકટરો ની ટીમ casuality હેન્ડલ કરવા લાગી
સ્નેહીજનો, સંબંધીઓ પોતાની રીતે પરિસ્થિતિ ને હેન્ડલ કરવા ની કોશિશ કરી.....પોલીસ પોતાની રીતે વ્યવસ્થા સંભાળવા લાગી, investigation bureau પોતાની કામગીરી પર લાગી ગયું.
ચારેબાજુ દોડધામ થઈ ગઈ,
રોકાયેલા, રૂંધાયેલા શ્વાસો ને ફરીથી જીવંત કરવાની દોડધામ.
તૂટેલા કાટમાળ માં થી બચેલી જિંદગી ને ગોતવાની દોડધામ,
રૂંધાયેલા રુદન ને આધાર આપવા ની દોડધામ,
વિખરાયેલા અસ્તવ્યસ્ત થયેલા જીવન ને ફરી થી વ્યવસ્થિત કરવાની દોડધામ.
ક્યાંય કોઈ થંભી ગયું? ના!
ક્યાંય કોઈ રોકાઈ ગયું? ના!
ક્યાંય કોઈ અટવાઈ ગયું? ના!
બસ આજ સત્ય છે અનિશ્ચિતતા માં નિશ્ચિતતા ને ટકાવી રાખવું એ જ જીવન નુ સત્ય છે.
આશા છે જીવનના આ સંદેશ ને તમે વધુ ને વધુ લોકો સુધી પહોંચાડશો અને ઘણા રોકાઈ ગયેલા જીવન ને ફરી થી ગતિ તરફ પ્રેરિત કરીશું
Thank you,
Dr. Neeta.
#JivanJagruti #જીવનસંદેશ #અનિશ્ચિતતામાંનિશ્ચિતતા #KeepMoving #HopeAndHealing
#ahmedabadplanecrash
Please do Follow my fb page JivanJagruti by Dr. Neeta Thakkar
https://www.facebook.com/share/19EFrdj8c3/
Tuesday, June 17, 2025
Wedding Preparations vs Marriage Preparations
Saturday, June 14, 2025
"Certainty in the Midst of Uncertainty"
Tuesday, December 31, 2024
Embracing Change: A New year’s Reflection!💫✨
Sunday, November 10, 2024
દિકરી આપણી પારકી થાપણ!!
Sunday, August 18, 2024
સુરક્ષાબંધન - A safetyband!
Saturday, January 13, 2024
Happy Makar Sankranti!
Sunday, December 31, 2023
Thank you Secret SANTA!
Santa વિશે ની આ રીત ની સ્ટોરી તમે બધાએ સાંભળી જ હશે.
પણ એવી જ રીત ની gifts મોટા થયા પછી પણ તમને secretly મળે તો??.......જો તમને કોઈ secret Santa થઇ ને ગિફ્ટ મોકલે તો?
એટલું જ નહીં, તમે secrete Santa થઇ ને કોઈ ને ગિફ્ટ મોકલો તો???.....
અને સાથે સાથે એને પણ suspense હોય કે મને શું ગિફ્ટ મળશે secrete Santa તરફ થી!!.....
ખૂબી ની વાત એ હોય કે તમને ખબર ન હોય કે તમને એ ગિફ્ટ કોણે મોકલશે??......
મઝા ની વાત એ છે કે,
એક વાર વિચાર જરૂર કરીશું!!....
ક્યારેક કોઈ ને ખબર ન પડે એ રીતે કોઈ નું ખુશી નું કારણ આપણે બનીએ, એ થી વધુ ખુશી શું હોઈ શકે? આ વાત Secret Santa એ મને આજે શીખવાડી!
2. વડીલો, માતા પિતા નાં આશીર્વાદ પણ આપણી માટે Secret Santa નું તો કામ કરે છે!!
3. બચપણ થી લયી મોટા થયા ત્યાં સુધી, નાં જાણે કેટલીય વખત આપણા માતા પિતા એ આપણી માટે secret Santa નો રોલ ભજવ્યો છે.
સ્વજનો, મિત્રો, વડીલો!!
તમારા બધાનું હું Dr Neeta Thakkar મારા બ્લોગ page 'જીવન જાગૃતિ' માં સ્વાગત કરું છું.
જીવન જાગૃતિ એ
મારી, તમારી, એક સામાન્ય વ્યકિત નાં
જીવન માં આવતી જાગૃતિ ની કહાની છે.
આપણે એ શીખ માંથી એક વ્યકિત તરીકે વિકસીએ છીએ, ને જાગૃત થઈએ છીએ.
Friday, November 17, 2023
ढुंढने पर तो भगवान भी मिल जाते है,"
વાત છે દિવાળી નાં દિવસ ની!
Diwali નાં આગલા દિવસે,
હું અને મારા husband, Diwali કેવી રીતે celebrate કરીએ એનો પ્લાન બનાવતા હતા.
બન્ને એ નક્કી કરેલું કે આવતી કાલે દિવાળી એ આપણે, સવાર ના વેહલા ઉઠી, ત્યાર થઇ, મંદિરે દર્શન કરવા જશું.
પછી વિચાર્યું, કયાં મંદિરે જઈએ??....થાણા નાં શંકર નાં મંદિરે જઈએ....કે મુલુંડ નાં બાલરાજેશ્વર મંદિરે જઈએ, કે બીજા કોઈ પ્રસિદ્ધ મંદિરે જઈએ??
વિચારતા, વિચારતા, સૂઝી આવ્યું,
આપણે મુંબઈ, babulnaath મંદિરે જઈએ તો??
ઘણા વર્ષો થી આ મંદિરે નહોતા ગયા....એટલે થયું મઝા આવશે, દિવાળી નાં દિવસે ત્યાં જવવાની.
Diwali નાં દિવસે સવાર, સવાર માં વેહલા ઉઠી, મંદિર પર દર્શન કરવા જવાનો અનોખો જ આનંદ હોય છે.....બચપણ માં તો અમે દિવાળી નાં ચાર દિવસ, રોજ કલ્યાણ નાં વિષ્ણુ મંદિર માં જતાં, દર્શન કરવા. સવાર ની મંગળા આરતી, અને શુભ દિવસ ની આભા જ કાઈ અલગ હોય છે ને???.......કદાચ આજ કાલ ના young generation ને એ નહીં સમજાય, પણ મારા તમારા જેવા ને આ અનુભવ ખૂબ આનંદદાયક અને પરમ શાંતિ અપાવનારો લાગે છે.
Husband એ પૂછ્યું, એના પછી શું પ્લાન છે?? Mein કીધું. ત્યાં મંદિર માં થોડો ટાઈમ પાસ કરી, બપોર ના ચોપાટી પર Thacker's ક્લબ માં ગુજરાતી થાળી, નું lunch કરીશું.....
Ok, પછી, શું કરીશું??
પછી આપણે, ભૂલેશ્વર જઈશું, ત્યાં આપણા ઘર ના મંદિર માટે ગણપતિ ની મૂર્તિ લયીશું.....ત્યાં ઘણી બધી દુકાનો છે, ગિફ્ટ shops છે, આપણને મનગમતી જેવી જોઈએ એવી મૂર્તિ મળી જશે.
આ વાત સાંભળી મારા husband એ તરત જ હા પાડી દીધી, એમને મુંબઈ થી ગણપતિ ની મૂર્તિ લેવાની વાત જચી ગઈ.....કારણકે કેટલા દિવસ થી વિચારતા હતા, અને જોતાં હતા, પણ અમને જોઈએ તેવી મૂર્તિ, અહી થાણા, મુલુંડ માં નહોતી મળતી.....
Husband એ કહ્યું,
Diwali નો દિવસ આવ્યો. નક્કી કર્યા પ્રમાણે સવાર નાં વેહલું તો નહીં નીકળાયું પણ લગભગ 1.30 વાગ્યે અમે babulnaath મંદિરે પહોંચ્યા (કારણકે એ દિવસે Sunday હતો એટલે મેગા બ્લોક્સ ને કારણે trains બધી late હતી, ઘણી બધી cancel થઈ ગયેલી એટલે overcrowded હતી. એટલે એક બે ટ્રેન છોડવી પડી.)
Tuesday, November 7, 2023
12th Fail - film review
It is a story of RE-START!
It is a story of HONESTY!
It is a story of PERSEVERANCE!
It is a story of HARD WORK!
It is a story of FAILURES!
It is a story of "हारा वही, जो लड़ा नहीं!"
A આ ફિલ્મ ચંબલ નાં એક નાનકડા ગામમાં રહેતા ગરીબ કિશોર ની છે જેણે 12TH માં fail થયા પછી પણ આઇપીએસ બનવા નું સપનું જોયું અને એ સપનાં ને કેવી રીતે પૂરું કર્યું અને એમાં શું શું બાધાઓ આવી અને એને કેવી રીતે એણે પોતાની મેહનત અને લગન થી દરેક મુશ્કિલ નો સામનો કર્યો અને પોતાના લક્ષ ને પૂરું કર્યું.
હા સાચી વાત છે, આ film એક રિયલ સ્ટોરી પર આધારિત છે. આઇપીએસ ઓફિસર રજતકુમાર શર્મા અને એના સંઘર્ષ ની કહાની છે.
પણ દર્શકો, આવી સંઘર્ષ કથાઓ પર તો ઘણા પિક્ચર બન્યા છે.....તો એવું શું ખાસ છે, આ ફિલ્મ માં??
સ્વભાવિક છે, જ્યારે ફિલ્મ નાં director Vidhu Vinod Chopra હોય તો ફિલ્મ તો ખાસ બનવાની જ છે....પણ સાથે સાથે main role, Rajat Sharma નો જેણે નિભાવ્યો છે - Actor Vikrant Massey..........એની એક્ટિંગ કાબિલે તારીફ છે.
આ ફિલ્મ ફક્ત એક્ટિંગ કે રિયલ સ્ટોરી છે, કે સારું direction છે એટલે જોવા નહીં જતાં.....પણ આ સ્ટોરી, ભારત ની upsc examination ની બ્લેક એન્ડ વ્હાઈટ reality બતાવે છે. ઇન્ડિયન સિવિલ services માટે શું કામ વિદ્યાર્થીઓ ને આટલો ક્રેઝ છે?.... કેટલા ઓછા વિદ્યર્થીઓ પોતાની મંઝીલને પામી શકે છે. છતાં પણ લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા માં દર વર્ષે બેસે છે, fail થાય છે ને વારવાર છેલી attempt સુધી કોશિશ કરતા રહે છે, થાકી જાય, હટી જાય, વિશ્વાસ ગુમાવી બેસે છે પણ હમેશા ફરી એક આશ સાથે RESTART કરે છે.
Re - start જેટલું કેહવુ સેહલું છે. એટલું કરવું સૌથી અઘરું છે... કડી મેહનત પછી પણ જ્યારે તમને સફળતા ના મળે અને ફરી થી restart કરવું પડે ત્યારે તમારા ધૈર્ય, ની ખંત ની અને હિંમત ની ખરી પરીક્ષા થાય છે. આ હિંમત, જજબા ને ટકાવો ખૂબ મુશ્કિલ હોય છે પણ ગરીબ વિદ્યાર્થીઓ માટે આ સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી રેહતો જ્યારે એના પરિવાર ની આશ એના પર બંધાયેલી હોય છે. આ responsibility જ એમની તાકાત બની ને ફરી ફરી સંઘર્ષ ની આગ માં ઝોકે છે.
Upsc aspirants ને મોટીવેશન કોણ આપે છે?? એમના જ seniors, ex students જે આ પરિક્ષા પાર નથી કરી શક્યા, એવા students, જ્યારે deserving student માં પોતાની છબી જોy છે ત્યારે ફિલ્મ નાં હીરો ને હારવા નથી દેતા, એમની માટે એક નું પાસ થવું, એ લાખો students નાં સપનાં ને પૂરું થયા બરાબર હોય છે....("तेरे अकेले की लड़ाई नहीं है, हम सब की लड़ाई है!" અહી આ dialogue મન ને સ્પર્શી જાય છે.)
આ ફિલ્મ એવા દરેક વ્યક્તિઓ એ જોવી જે જીવન માં ખુબ સંઘર્ષ કરી ને આગળ આવ્યા હોય, જેમને હાર શું હોય છે એની પીડા ખબર હોય, જેમણે life માં વારવાર નીચે પડ્યા પછી પણ re-start કર્યું હોય છે, એ જ લોકો આ ફિલ્મ નાં દર્દ ને, જાણી શકશે અને relate કરી શકશે.
બધા જ students માટે true inspirational story છે.
ફિલ્મ નો take away message film ના end માં છે, જ્યારે હીરો ને interview માં એમ પૂછવા માં આવે છે કે જો તમે તમારી last attempt માં select નહીં થયા તો શું કરશો????......એનો જવાબ હીરો શું આપે છે, એ જોવા આ ફિલ્મ જોવા જજો.
हारा वही है जो लड़ा नही!
Dr. Neeta Thakkar
@jivanJAGRUTI film review of
12th fail -an inspirational story!
#jivanJAGRUTI
'12th Fail' directed by Vidhu Vinod Chopra, is based on the journey of IPS officer Manoj Kumar Sharma and IRS officer Shraddha Joshi. It has been smooth sailing for the Vikrant Massey starrer '12th Fail' at the box office.
Friday, September 22, 2023
Happy Daughters'day!❤️💞
મોટી થઈશ તો સમજદાર થઇ જઈશ!
આમ જોઈએ તો દીકરી ને સમજદાર બનાવવા, સંસ્કારી બનાવવા માટે પિતા કરતા માં નો ફાળો મોટો હોય છે!!
પણ આજે એજ માં કહે છે, કે દીકરી તું મોટી નાં થા.....મોટી થઈશ તો સમજદાર થઇ જઇશ.
કેટલી આશ્ચર્ય ની વાત છે ને???....
કદાચ આજે મારી સાથે જગત ની બધી જ માં ઓ,
આ બાબત પર કબૂલ થશે....
એ સમજી શકશે કે હું શું કહેવા માંગુ છું?
દીકરી હંમેશા પપ્પા ની લાડકી હોય છે. ..પપ્પા એને લાડ કરે, બધી demands પૂરી કરે પણ...ક્યાંય સભળ્યું છે, કે માં એ દીકરી ને પપ્પા રાખે એવી લાડકી રાખી હોય??
માં ધારે તો પણ દીકરી ને એવો લાડ નાં બતાડી શકે.
ક્યાંક ને ક્યાંક એ ટોકી દે, કે સલાહ, શિખામણ આપી દે.. ક્યારેક આદતો નાં નામે તો ક્યારેક જવાબદારી નાં નામે,
ક્યારેક સંસ્કારો નાં નામે!!
બે શબ્દ વઢી લે પણ ખોટા લાડ પ્રેમ ના સૂઝે!!
કેમ એમ??
શું માં ને એની દીકરી માટે પપ્પા જેટલો પ્રેમ નથી હોતો??
શું માં ને દીકરી વહાલી નથી હોતી??
વહાલી એટલી જ હોય છે, પણ એને ખબર છે, દીકરી મોટી થશે, તો સાસરે જશે,....ત્યાં એની મન મરજી નહીં ચાલે....એટલે નાનપણ થી જ, માં, સમજદારી નાં થોડા થોડા પાઠ ભણાવતી થઇ જાય છે....ને એક સમય આવે કે.....દીકરી ને કાઇ સમજાવું નથી પડતું, એ કીધા પેહલા જ સમજી જાય છે.....કયાં શું બોલવું, નહીં બોલવું, કેવી રીતે બોલવું, ચાલવું, ઉઠવું, બેસવું, કેહવુ, સમજવું...વિગેરે વિગેરે....
ક્યારેક તો દિકરી 'માં' ને પણ શીખવાડવા લાગે છે......માં ની પણ ભૂલ બતાવવા લાગે છે.....ત્યારે સમજી જવું કે દીકરી હવે પૂર્ણ પણે ત્યાર થઈ ગઈ, સાસરે જવા માટે!!!
આ વાત જ્યારે માં ને સમજાય ત્યારે મન માં હર્ષ થાય કે આપણી દીકરી આપણું નામ રોશન કરશે, પણ બીજી બાજુ દુઃખ થાય કે હવે તો એ સાસરે જશે.......
કે દીકરી ને સમજદાર બનાવવા નાં ચક્કર માં ક્યાંક
મેં દિકરી નાં ઉછેર માં ભૂલ તો નથી કરી ને??
ક્યાંક એની ઈચ્છાઓને તો એને મારવી નથી પડી ને??
- પારકા ઘરે adjust થવા નાં નામે,
- બધા ને ખુશ રાખવા નાં નામે,
- આજ્ઞાકિત બનવા નાં નામે.....
- સમજદારી નાં નામે.
- સ્ત્રીસહજ જવાબદારીઓ નિભાવવા નાં નામે...and so on.....
Please like, share and comment to express your love for your daughters!!🙏
Link given below.
Wednesday, April 5, 2023
સફળતા નું માપદંડ
સ્ત્રી
સ્ત્રી ની વ્યથા! ફક્ત સ્ત્રી જ જાણી શકે. પુરુષ ને એ ક્યારેય નહિ સમજાય, અને અપેક્ષા પણ નાં રાખવી. કારણકે એની માટે એને સ્ત્રી તરીકે જન્મવું પ...
-
Through JivanJagruti, I wish to share a life message that deeply touched me after the recent Ahmedabad plane crash. How do we fi...
-
વેલેન્ટાઇન ડે હોય અને પ્રેમની વાત ન કરીએ તો કેમ ચાલે? મારો હેતુ વેલેન્ટાઇન ડે વિશે લખવાનો નથી, પણ વેલેન્ટાઇન ડે ના નિમિતે પ્ર...
-
મામેરું! જ્યારે મામેરું શબ્દ સાંભળીએ તો આપણને કુંવરબાઇ નું મામેરું યાદ આવી જાય છે. I hope, તમને બધાને કુંવરબાઇ ના મામેરા ની વાત તો ખબર જ ...
